ન્યુ દિલ્હી,તા.૭
દેશની રાજધાની દિલ્હીમાં છોકરીઓની તસ્કરીનો આંકડો પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માટે આંખ ઉઘાડી નાખે તેવો છે. બિન સરકારી સંગઠન અને માનવાધિકાર કાર્યકર્તાઓનું માનીએ તો નેપાળથી રોજ ૫૦ છોકરી તસ્કરી દ્વારા ભારત લાવવામાં આવે છે. અહીંયાથી અલગ-અલગ છોકરીઓને ચેનલો અને રુટ દ્વારા ખાડી દેશોમાં મોકલાય છે. વર્ષ ૨૦૧૫માં ભૂકંપા આવ્યા બાદ નેપાળથી મહિલાઓની તસ્કરીનો ગ્રાફ વધ્યો છે. દિલ્હી પોલીસ સહિત અન્ય એજન્સીઓની રિપોર્ટ અનુસાર નેપાળથી લવાતી છોકરીઓને દિલ્હીમાં બંધક બનાવી રાખવામાં આવે છે અને બાદમાં એમને ખાડી દેશોમાં વેચી દેવામાં આવે છે.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ જયહિંદે કહ્યું કે, અમારી ટીમે ૨૦૧૫માં દિલ્હીમાં ૬૩૫ છોકરીઓને બચાવી લીધી હતી, આ પૈકી પકડાયેલી ૬૦ ટકા છોકરી નેપાળતી માનવ તસ્કરી દ્વારા અહીંયા લાવવામાં આવી હતી. તાજેતરમાં દિલ્હીના મુનરિકા, મૈદાન ગઢી અને પહાડગંજમાં બચાવ કામગીરી દરમિયાન પકડાયેલી છોકરીઓની પૂછપરછ કરાઈ, ત્યારે ખબર પડી કે આ તમામ નેપાળની હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




