નેસ વાડિયાને ડ્રગ્સના કેસમાં જાપાનની કોર્ટે ૨ વર્ષની સજા સંભળાવી

0
28

ટાક્યો,તા.૩૦
ભારતમાં સૌથી ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નુસ્લી વાડિયાના પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની એક કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. રિપોર્ટ પ્રમાણે ૨૮૩ વર્ષના વાડિયા ગ્રુપના વારસ તેમજ આઈપીએલની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક વાડિયાની આ વર્ષની શરૂઆતમાં ઉત્તર જાપાનના હોક્કાઇડો ટાપુના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
એરપોર્ટ પર સ્નિફર ડોગે અધિકારીઓને એલર્ટ કર્યા હતા, જે બાદમાં તપાસ કરતા નેસ વાડિયાને પેન્ટના ખિસ્સામાંથી ૨૫ ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું. ૪૭ વર્ષિય નેસ વાડિયા, ગ્રુપના ચેરમેન નુસ્લી વાડિયાના સૌથી મોટા પુત્ર છે. ફોર્બ્સ પ્રમાણે તેઓ આશરે સાત બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી અમીર બિઝનેસમેનમાં સામેલ છે.
કોર્ટના અધિકારીએ જણાવ્યું કે, વાડિયાએ પોતાની પાસે ડ્રગ્સ હોવાનો સ્વીકર કર્યો છે. આ માટે તેણે દલીલ કરી હતી કે તે તેના વ્યકિતગત ઉપયોગ માટે હતું. નોંધનીય છે કે જાપાનમાં નાર્કોટિક્સ કાયદો ખૂબ સખત છે. ૨૦૨૦માં ટોકિયો ખાતે જ્યારે રગ્બી વર્લ્ડ કપ યોજનાર છે ત્યારે અધિકારીઓ કડકાઈથી આ તેનું પાલન કરાવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY