અમેરિકા સાથે જશો તો ઘણું નુકસાન વેઠવું પડશેઃ ઇરાન

0
80

ન્યુ દિલ્હી/તહેરાન,તા.૧૧
ઇરાને ભારતને ચાબહાર બંદરમાં રોકાણ નહી કરવા અને તેલની આયાતમાં કાપને લઇને ચેતવણી આપી છે. ઇરાને કહ્યુ કે, જા ભારત USના દબાવમાં આવીને તેલની આયાતમાં કાપ મુકશે તો પછી તે ભારતને આપેલા વિશેષાધિકાર છીનવી લેશે.
ઇરાનના ઉપરાજદૂત મસૂદ રજવાનિયન રહાગીએ કહ્યુ કે, જા ભારત ઇરાન પાસેથી આયાત કરાતા તેલમાં કાપ મુકવા માટે સાઉદી અરબ, રશિયા, ઇરાક અને US તથા અન્ય દેશનો પ્રાધાન્ય આપશે તો ઇરાન ભારતને દેવામાં આવેલા વિશેષાધિકાર પૂર્ણ કરી દેશે.
તેમણે કહ્યુ, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, ચાબહાર બંદરના વિસ્તાર માટે ભારતે વચન પ્રમાણે રોકાણ કરવામાં અસફળ રહ્યુ છે. ભારત આ મામલે યોગ્ય પગલાં ભરે તેવી આશા વ્યક્ત કરવામાં આવે કારણ કે, ચાબહાર બંદરમાં તેમનો સહયોગ અને ભાગીદારી સામરીક રૂપે મહત્વપૂર્ણ છે.
રહાગી એક સેમીનારમાં ‘વૈશ્વિક રાજનીતિમાં ઉભરતા પડકારો-અવસર અને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો પર અસર’ વિષય પર બોલી રહ્યાં હતા.
ચાબહાર બંદર ભારત માટે વ્યવસાયથી લઇને રણનીતિની બાબતમાં ઘણું મહત્વપૂર્ણ છે. ઓમાનની ખાડીના આ બંદની મદદથી ભારત પાકિસ્તાનનો રસ્તો બચાવીને ઇરાન અને અફઘાનિસ્તાન સાથે વેપાર કરી શકે છે.
રહાગીએ કહ્યુ કે, ભારત તેમનો વિશ્વાસપાત્ર ઉર્જા ભાગીદાર રહ્યો છે અને ઇરાન હંમેશાથી ઉપભોક્તા અને સપ્લાયરના હિતોનું ધ્યાન રાખતા યોગ્ય કિંમતમાં તેલની આપૂર્તિ કરી છે. જો ભારત તેલના સપ્લાય માટે સાઉદી અરબ, રશિયા, ઇરાક અને US પાસેથી રિપ્લેસ કરવાનો પ્રયત્ન કરશે તો પછી તેને ડોલરથી આયાત કરવો પડશે જેનો અર્થ તે થશે કે ભારતના ચાલું એકાન્ટનું નુંકસાન વધશે. તેમજ ઇરાન ભારત પાસેથી તે વિશેષ લાભ આપ્યા છે તે પરત લઇ લેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY