ન્યૂયોર્ક,તા.૧૧
ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા જે વિઝાનીતિનો વિરોધ કરે છે એ જ નીતિ અંતર્ગત ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પના માતા-પિતાને અમેરિકાના કાયમી વિઝા મળ્યા હતા. સ્લોવેનિયન નાગરિકમાંથી ટ્રમ્પના સાસુ-સસરાએ અમેરિકન નાગરિક તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં.
સંબંધીઓની મદદથી અમેરિકાના નાગરિક બનતા વિદેશી નાગરિકોની હંમેશા ટ્રમ્પ ટીકા કરતા આવ્યા છે. ચૂંટણી પ્રચારમાં પણ તેમણે આક્રમક રીતે આ નીતિનો વિરોધ કર્યો હતો અને પ્રમુખ બન્યા પછી ય તેમણે ચેન માઈગ્રેશનનો વિરોધ કરતા કહ્યું હતું કે આ એવી વિઝાનીતિ છે, કે જેની મદદથી એક વખત કોઈ વિદેશી નાગરિકને વિઝા મળી જાય છે પછી તે તેના માતા-પિતા સહિતના પરિવારજનોના વિઝા મેળવે છે.
ટ્રમ્પે એ નીતિનો વિરોધ કરીને કેટલાય આકરા નિયમો પણ બનાવ્યા હતા, પણ સગાવાદને નીતિ-નિયમો લાગુ પડતા નથી તે વાત અમેરિકાના પ્રમુખના કિસ્સામાં પણ સાચી પડતી હોય એમ ટ્રમ્પ જે નીતિનો વિરોધ કરતા હતા, એ જ વિઝા પોલિસી અંતર્ગત ટ્રમ્પના સાસુ-સસરાને અમેરિકાના કાયમી વિઝા યાને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું હતું.
અમેરિકન ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પના માતા-પિતા સ્લોવેનિયાના નાગરિક હતાં. મેલાનિયાએ તે બંનેને સ્પોન્સર્ડ કરીને અમેરિકાના વિઝા અપાવ્યા હતા. ટ્રમ્પના સાસુ-સસરાને વિઝા મળ્યા તે સંદર્ભમાં ટીકા થઈ કે તરત જ સરકારે એવી સ્પષ્ટતા કરી હતી કે જે નિયમો પ્રમાણે સાધારણ નાગરિકોને અમેરિકાના વિઝા મળે છે એ જ પ્રક્રિયા પૂરી કરીને ટ્રમ્પના સાસુ-સસરાએ પણ વિઝા મેળવ્યા છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




