ન્યુ દિલ્હી,તા.૧૧
ભાજપ અધ્યક્ષ અમિત શાહે મોદી સરકાર વિરૂદ્ધ વિપક્ષી એકતા પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર વિરૂદ્ધ વિપક્ષની એકતાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણીમાં જે થયું, તેને સૌએ જાયું છે. તમામ અટકળોને ફગાવતા સ્પષ્ટ કર્યું કે દેશમાં સમય પહેલા સામાન્ય ચૂંટણી નહીં થાય.
ભાજપ અધ્યક્ષ શાહે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં જીતનો દાવો પણ કર્યો છે. તેમણે કહ્યું કે, અમે આ ત્રણ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા જઇ રહ્યા છીએ. આ દરમિયાન તેમણે મોદી સરકારની ઉપલબ્ધીઓ પણ ગણાવતા સત્તા વિરોધી લહેરની વાતને પણ ફગાવી હતી.
તેમણે કહ્યું કે, ૨૨ કરોડ લોકોના જનધન ખાતા ખોલવામાં આવ્યા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીથી જાડાયેલ સવાલ પર શાહે કહ્યું કે, અમે પોતાના કામકાજને લઇને જનતા વચ્ચે જઇશું અને દેશની જનતા ઇચ્છે છે કે, મોદી વર્ષ ૨૦૧૯માં ફરીથી પ્રધાનમંત્રી બને.
રાફેલ ડીલથી જાડાયેલ સવાલ પર અમિત શાહે કહ્યું કે, આ મામલે રક્ષામંત્રી નિર્મલા સિતારામણે બધુ સ્પષ્ટ કરી દીધું છે. વિપક્ષ પર હુમલો કરતા શાહે કહ્યું કે, અમે તેવા લોકોની નિવેદનબાજીની ચિંતા નથી કરતા જેની પાસે આજે નોકરી નથી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





