માધાપરવાડી સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા નો શુભારંભ

0
68

મોરબીના કંડલા બાયપાસ પંચાસર ચોકડી પાસે આવેલ શ્રી માધાપરવાડી કુમાર કન્યા સરકારી પ્રાથમિક શાળાની ૪૦ કન્યાઓ અને ૩૦ કુમાર વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે.

સરકાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ પુરી પાડે છે જેમકે મફત પાઠ્યપુસ્તક, મફત ગણવેશ, શિષ્યવૃતિ સહાય, મધ્યાહ્નન ભોજન, તેમજ રાઈટ ટુ એજ્યુકેશન અન્વયે ધો.1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે બે કીમી અને ધો.6 થી 8 ના બાળકો માટે ત્રણ કિમી કે તેથી વધારે દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવામાં આવે છે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે શિક્ષણ વિભાગ સતત ચિંતન કરતું હોય છે,
એ મુજબ શ્રી માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં છેક ગીતા મીલ, પંચાસર રોડ ઉપરથી ખભે દફ્તરનો ભાર લઈ ચાલીને આવતા બાળકો માટે સર્વ શિક્ષા અભિયાન-મોરબી દ્વારા બે ઇકો સ્ટાર વાહન બાંધી સવારે 10.45 વાગ્યે વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડે અને સાંજે 5.00 વાગ્યે તમામને શાળાએથી ઘરે પહોંચાડવા માટેની તમામ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોરટેશન સુવિધા શરૂ કરવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી અને આનંદ છવાઈ ગયો છે,

રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY