ત્રિનિદાદ,તા.૧૯
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝએ શનિવારે આગામી વિશ્વ કપ માટે પોતાના રિઝર્વ ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ૧૦ ક્રિકેટરોના નામ સામેલ છે. જેમાં ડ્વેન બ્રાવો અને કીરન પોલાર્ડનું નામ પણ સામેલ છે. વિશ્વ કપનો પ્રારંભ ૩૦ મેથી થવાનો છે. આ વખતે વિશ્વ કપ ઈંગ્લેન્ડ અન્ડ વેલ્સમાં રમાશે.
સીડબ્લ્યૂઆઈની સિલેક્શન કમિટીના વચગાળાના ચેરમેન રોબર્ટ હાઇન્સે કહ્યું, જે ખેલાડીઓને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે કે અમારી જરૂરીયાત પૂરી કરી છે. જો કોઈ રિપ્લેસમેન્ટની જરૂર પડે છે તો આ ખેલાડીઓને સામેલ કરીને ટીમને બેલેન્સ બનાવી શકાય છે. જે ખેલાડીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ૨૨ મેએ વેસ્ટ ઈન્ડિઝ સાઉથમ્પ્ટનમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રેકિટસ મેચ રમશે.
વેસ્ટ ઈન્ડિઝની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત પહેલા કરવામાં આવી હતી, જેમાં પોલાર્ડને બહાર રાખવામાં આવ્યો હતો. ૧૦ રિઝર્વ ખેલાડીઓની યાદીઃ સુનીલ એન્બ્રિસ, ડ્વેન બ્રાવો, જાન કૈમ્પબેલ, જાનાથન કાર્ટર, રોસ્ટન ચેઝ, શેન ડોરિચ, કીમો પોલ, કૈરી પીયરે, રેમન રીફર, કીરન પોલાર્ડ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



