ન્યુ દિલ્હી,તા.૧૬
પીએમ મોદીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં એક મહત્વનુ એલાન કરતા કહ્યું હતું કે ૨૦૨૨ કે તેના પહેલા ભારત પોતાનુ સમાનવ અવકાશી મિશન લોન્ચ કરશે.
તેમણે કહ્યું હતું કે ભારત જ્યારે આઝાદીની ૭૫મી વર્ષગાંઠ મનાવી રહ્યું હશે ત્યારે ભારતનો દિકરો કે દીકરી દેશના તિરંગા સાથે ગગનયાનમાં અવકાશી સફર માટે સવાર હશે.
પીએમ મોદીની આ ઘોષણાએ ૨૦૦૪થી પેન્ડિંગ સમાનવ અવકાશ મિશનને ફરી ચર્ચામાં લાવી દીધુ છે કારણકે ઈસરોના ટેકનિકલ એડવાન્સમેન્ટ પછી પણ હજી આ મિશનને લોન્ચ કરવામાં કેટલીક અડચણો હોવાનુ મનાઈ રહ્યું છે. યુપીએ સરકારે જે તે સમયે આ માટે ૧૪૫ કરોડ રુપિયા બજેટ ફાળવ્યુ હતુ.
જાકે વડાપ્રધાનની જાહેરાત પછી એવુ મનાય છે કે સરકાર આ મિશન પુરુ કરવા માટે વધારે બજેટ ફાળવશે.
ઈસરો હાલમાં ફરીથી લોન્ચ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા વ્હિકલની ટેકનોલોજી વિકસાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. જેમાં અવકાશમાં ગયા બાદ ફરી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી શકે તેવા મોડેલનુ ૨૦૧૯માં ઈસરો ટેસ્ટિંગ કરશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



