તોગડિયાની હત્યાનો પ્રયાસ ?? , બુલેટપ્રૂફ કારને નડ્યો અકસ્માત

0
86

સુરત,
તા.૭/૩/૨૦૧૮

ટ્રેલરે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો,બુલેટપ્રૂફ કારનો કચ્ચરઘાણ,હિન્દુઓ માટે મોતનો ડર છોડીને નીકળ્યોઃ પ્રવીણ તોગડીયા

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ તોગડીયાની કારનો બુધવારે બપોરે ૧૧ કલાકે એક્સીડ્ન્ત સર્જાયો હતો. ટ્રેલરે ટક્કર મારતાં સર્જાયેલા એક્સીડ્ન્તમાં પ્રવિણ તોગડીયાનો આબાદ બચાવ થયો હતો. અને કોઈ ઈજા જાનહાનિ થઈ સર્જાઈ નહોતી. જા કે પ્રવિણ તોગડીયાએ અગાઉ પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે એક્સીડ્ન્તને પગલે તોગડીયાએ પોતાની સુરક્ષામાં છીંડા હોવાનું કહ્યું હતું. પ્રવિણ તોગડીયા વડોદરાથી પોતાની ઝેડ પ્લસ સુરક્ષા સાથે સુરતના સચિન વિસ્તારમાં શ્રી હરી કોમ્પલેક્ષમાં સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન કામરેજ નજીક મનીષા હોટલ પાસે ટ્રેલર નંબર જીજે ૦૧ ડીએક્સ ૦૮૯૩ ની ટક્કરથી પ્રવિણ તોગડીયાની સ્કોર્પિયો કાર અથડાઈ હતી. જેમાં કારને નુકસાન સર્જાયું હતું. જ્યારે પ્રવિણ તોગડીયાનો આબાદ બચાવ થયો હતો. અને પોલીસ દ્વારા તેમને અન્ય કાર મારફતે સુરત ખસેડવામાં આવ્યાં હતાં.

પ્રવિણ તોગડીયાએ જણાવ્યું હતું કે, મારી સુરક્ષા સાથે છીંડા કરવામાં આવ્યાં છે. મને યોગ્ય સુરક્ષા આપવામાં આવી નથી. ડ્રાઈવરે ટ્રક રોકી નહોતી. જ્યારે મેં જ ડ્રાઈવરને પકડાવી દીધો છે. અને એસપીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી લીધી છે. ત્યારે આ ઘટનાની યોગ્ય તપાસ થાય તેવી મારી માંગ છે.

તોગડિયાએ પોલીસ પર આરોપ મૂકતા જણાવ્યું હતું કે, તેમને એસકોર્ટ પૂરું પાડવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાંય પોલીસે જાણીજાઈને તેમની સુરક્ષામાં ચૂક કરી છે. નિયમ અનુસાર, ઝેડ પ્લસની સિક્યોરીટી ધરાવતા વ્યક્તિના વાહનની પાછળ પણ પોલીસ એસ્કોર્ટ હોવું જાઈએ, જે ન હોવાથી ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.

સચિન નજીક લાજપોર ખાતે વિશ્વહિન્દુ પરિષદના ગભરૂ ભરવાડ દ્વારા શ્રી હરી કોમ્પલેક્સમાં મુંગા પશુઓ માટે હેલ્પલાઈન નંબર અને ઈકો એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમમાં પ્રવિણભાઈએ એક્સીડ્ન્ત બાદ હાજરી આપી હતી. અને હેલ્પ લાઈન ખુલી મુકવાની સાથે સાથે ઈકો એમ્બ્યુલન્સ પણ રવાના કરી હતી.

પ્રવીણ તોગડીયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે ગઈકાલે સાંજ સુરત પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં ઝેડ પ્લસ સિક્યોરીટીમાં આગળનું એસ્કોર્ટ આપવામાં આવ્યું હતું જ્યારે પાછળનું એસ્કોર્ટ હતું નહી. ટ્રકના ડ્રાઈવરે ટક્કર માર્યા બાદ બ્રેક મારી ન હતી. ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. તેમને પાછળની કારની સુરક્ષા સુરત પોલીસ દ્વારા આપવામાં આવી ન હતી. ગુજરાત સરકાર દ્વારા એસ્કોર્ટ આપવાની સૂચના આપવામાં આવી ન હતી. સુરક્ષામાં ઈરાદા પૂર્વક છીંડા હતા. તેથી તેમણે શંકા વ્યક્ત કરીને સુરત એસપીને જાણ કરી છે.

તેમણે કહ્યું કે સુરત રૂરલ આગળના જ પાયલોટીંગની સૂચના હતી, પાછળના પાયલોટીંગની સૂચના ન હતી. આ એક લોકલ લેપ્સ છે. ટ્રક ચઢી જાય છે અને ટક્કર માર્યા બાદ પણ બ્રેક નથી મરાઈ. પાછળથી મારી કાર મારી સુરક્ષીત ન હતી. મારી ગાડી પર ગાડી ચઢાવી દીધી. મારી ગાડી ફંગોળાતી બાજુના ડીવાઈડર સાથે અથડાઈ.

તેમણે કહ્યું કે એવું કહેવાય છે કે ઝેડ પ્લસ પર કોઈ જાખમ નથી હોતું પરંતુ ઝેડ પ્લસવાળાને પણ એક્સીડ્ન્તના જાખમનું ઉદાહરણ છે. પાછળની સુરક્ષા આપનારી ગાડીને સૂચના કેમ આપવામાં આવી નહી. સીએમ અને પોલીસ પર વિશ્વાસ છે. પણ કાલે સાંજે લેખિત સૂચના હોવા છતાં સુરક્ષાવાળી પાછળની ગાડી કેમ આપવામાં ન આવી. હિન્દુઓ માટે નીકળ્યા તો મોતનો ડર નથી. તેમણે કહ્યું કે આત્મારામ ભાઈનો ૨૧ વર્ષ જૂનો કેસ કાઢવામાં આવ્યો. પરત ખેંચાયો. ૨૦૧૫માં રાજસ્થાનનો કેસ પાછો ખેંચાયો હોવા છતાં તેને ફરીથી તાજા કરવામાં આવ્યો. મને સંગઠનમાંથી દુર કરી શકાતા નથી. હોળી પર સાથે કામ કરવાની ભાવના વ્યક્ત કરી હતી. પંરતુ જેમને લેનિનનું પુતળું હટી જાય તો દુખ થાય છે અને ગૌરક્ષકોને ગુંડા કહ્યાનું દુખ થતું નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY