ન્યુ દિલ્હી,તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. આ રેડિયો કાર્યક્રમનું ૪૮મું સંસ્કરણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતની શરૂઆત કરતા કહ્યું કે તમામ ભારતીયને અમારા સશસ્ત્ર દળ અને સેનાના જવાનો પર ગર્વ છે. પ્રત્યેક ભારતીય ઈચ્છે તો કોઈ પણ ક્ષેત્ર, ધર્મનો જ કેમ ના હોય, અમારા સૈનિકો પ્રત્યે પોતાની ખુશી અને સમર્થન અભિવ્યક્ત કરવા માટે હંમેશા તત્પર રહે છે.
તેમણે કહ્યું કાલ ભારતના સવા-સો કરોડ દેશવાસીઓએ ૨૦૧૬માં થયેલી સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરતા પરાક્રમ પર્વ મનાવ્યો છે જ્યારે અમારા સૈનિકોએ અમારા રાષ્ટ્ર પર આતંકવાદની આડમાં યુદ્ધની ધૃષ્ટતા કરવાવાળાને જડબાતોડ જવાબ આપ્યો હતો.
મોદીએ કહ્યું, “આપણા સૈનિકો તેમને જડબાતોડ જવાબ આપશે જે આપણા દેશની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરે છે. ભારત હંમેશાં શાંતિપ્રિય દેશ રહ્યો છે, પરંતુ દેશના સાર્વભૌમત્વને દાવ પર લગાવીને આપણે આવું બિલકુલ નહીં કરીએ.”
“પરાક્રમ પર્વ જેવો દિવસ યુવાનોને આપણી સશસ્ત્ર સેનાના ગૌરવપૂર્ણ વારસાની યાદ અપાવે છે, તેમજ દેશની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરવા માટે આપણને પ્રેરિત પણ કરે છે.” “કાલે ભારતના સવા સો કરોડ દેશવાસીઓએ પરાક્રમ પર્વ ઊજવ્યો હતો. આપણે ૨૦૧૬માં થયેલી તે સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી, જ્યારે આપણા સૈનિકોએ આપણા રાષ્ટ્રપર આતંકવાદની આડમાં પ્રોક્સી વારની ધૃષ્ટતા કરનારા લોકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.”
વડાપ્રધાન નેવીના અધિકારી અભિલાષ ટોમીની પ્રશંસા કરી. તેઓએ કહ્યું કે ગત દિવસોમાં અભિલાષ સમુદ્રમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યાં હતા. મેં તેમની સાથે વાત કરી, તેઓ એક સાહસિક અધિકારી છે. તેમના જુસ્સાથી યુવા પેઢીને પ્રેરણા મળશે. અભિલાષ ગત દિવસોમાં પ્રશાંત મહાસાગરમાં તોફાનમાં ફસાયા હતા.
વધુમાં મોદીજીએ કહ્યું કે, “૮ ઓક્ટોબરે આપણે વાયુસેના દિવસ ઊજવીએ છીએ. ૧૯૩૨માં ૬ પાયલટ અને ૧૯ વાયુસૈનિકોની સાથે એક નાનકડી શરૂઆત કરીને આપણી વાયુસેના આજે ૨૧મી સદીની સૌથી સાહસિક અને શકીતશાળી એરફોર્સમાં સામેલ થઈ ચૂકી છે. આ એક યાદગાર યાત્રા છે.”
પરાક્રમ પર્વ પર દેશમાં અલગ-અલગ સ્થળો પર અમારા સશસ્ત્ર દળોએ પ્રદર્શન લગાવ્યા. જેથી દેશના નાગરિક ખાસકરીને યુવા-પેઢી એ જાણી શકે કે અમારી તાકાત શું છે. અમે કેટલા સક્ષમ છીએ અને કેવી રીતે અમારા સૈનિક પોતાનો જીવ જાખમમાં નાખીને દેશવાસીઓની રક્ષા કરે છે.
પરાક્રમ પર્વના અવસર પર વડાપ્રધાને વીરોની ભૂમિ રાજસ્થાનના જાધપુરમાં એક કાર્યક્રમમાં સ્વયંને ભાગ લેવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે એ નક્કી થઈ ચૂક્વ્યુ છે અમારા સૈનિક તે સૌને જડબાતોડ જવાબ આપશે અને રાષ્ટ્રમાં શાંતિ અને ઉન્નતિના માહોલને નષ્ટ કરવાના પ્રયાસ કરશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પરાક્રમ પર્વ જેવો દિવસ યુવાઓને અમારી સશસ્ત્ર સેનાના ગૌરવપૂર્ણ વિરાસતની યાદ અપાવે છે અને દેશની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરવા માટે અમને પ્રેરિત પણ કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




