ટ્રમ્પની ધમકી છતાં ભારત ઈરાન પાસેથી ઓઈલ ખરીદવાનુ ચાલુ રાખશે

0
22

યુએન,તા.૨૮
અમેરિકાની ધમકીઓ પછી પણ ભારત ઈરાનથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. એટલું જ નહીં પરંતુ ઈરાન અને ભારત વચ્ચે આર્થિક સહયોગ પણ ચાલુ જ રહેશે. ઈરાની વિદેશ મંત્રી જેઓ હાલમાં ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી સત્રમાં હાજર છે, તેમના Îવારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ઈરાની વિદેશ મંત્રી મોહમ્મદ જાવેદ જાફરી અને ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વચ્ચે ગુરુવારે મુલાકાત થઇ. આ મુલાકાત પછી જાફરી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. જાફરીનું નિવેદન એવા સમયે આવ્યું છે જયારે અમેરિકા તરફથી એવા દેશોને ધમકી આપવામાં આવી રહી છે કે જેઓ ચાર નવેમ્બર પછી ઈરાન પાસેથી ઓઇલ ખરીદશે અથવા તેમની સાથે કોઈ પણ પ્રકારનો આર્થિક સંબંધ રાખશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ મેં મહિનામાં ઈરાન સાથે થયેલા પરમાણુ કરારથી પોતાના દેશને બહાર કરી લીધું. ત્યારપછી તેઓ ઈરાન પર નવા પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી ચુક્્યા છે. ઈરાન, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિન્ગ કંટ્રીમાં ઓઇલ ઉત્પાદન કરતો ત્રીજા સૌથી મોટો દેશ છે.
ભારત ઈરાન માટે બીજા સૌથી મોટો દેશ છે, જે ઓઇલ ખરીદે છે. ભારત પહેલા ચીનનો નંબર આવે છે અને ચીને પહેલાથી જ ઈરાન પાસેથી ઓઇલ આયાત ઘટાડી નાખી છે. પરંતુ હજુ સુધી આ વાત સ્પષ્ટ નથી કે ચીન પુરી રીતે ઈરાન પાસેથી ઓઇલ આયાત બંધ કરશે કે નહીં. ઈરાન વિદેશમંત્રી જાફરી વારા જણાવવામાં આવ્યું કે ભારત અને ઈરાન વચ્ચે એક આર્થિક સહયોગ છે, જેમાં ઉર્જા સહયોગ પણ શામિલ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY