અનુષ્કા ફિલ્મોમાં નવા સંગીતકારોને તક આપતા અચકાતી નથી

0
6

મુંબઈ,તા.૩૦
માત્ર એક દાયકામાં ટોચના કલાકારોમાં સ્થાન પામી ચૂકેલી અભિનેત્રી અનુષ્કા શર્માએ શરૃ કરેલી ફિલ્મ કંપનીમાં એ નવોદિત સંગીતકારોને તક આપતાં અને નીત નવા પ્રયોગો કરતાં ખંચકાતી નથી એવું કહી શકાય.
પોતાના ભાઇ કમલેશ સાથે ક્લીન સ્લેટ ફિલ્મ કંપની સ્થાપી અને એનએચ ૧૦, ફિલ્લૌરી અને પરી જેવી ફિલ્મો પણ બનાવી. આ ફિલ્મો બનાવતી વખતે એણે એક નવો પ્રયોગ કર્યો. નવા સંગીતકારોને પોતાની ફિલ્મોમાં સંગીત પીરસવાની તક આપી. સામાન્ય રીતે કોઇ નવી ફિલ્મ કંપની સ્થપાય ત્યારે એના સંચાલકો નીવડેલા અને અનુભવી સંગીતકારો અજમાવતાં હોય છે. પરંતુ અનુષ્કાએ ચીલો ચાતર્યો અને નવોદિતોને તક આપવાની હિંમત દેખાડી.
દાખલા તરીકે એનએચ ૧૦માં અનુષ્કાએ એક સાથે પાંચ પાંચ સંગીતકારોને તક આપી. દરેકે એક એક ગીત તૈયાર કર્યું અને એ દરેક ગીત હિટ પણ નીવડયું.
એ પાંચ સંગીતકારો એટલે અનિર્બાન ચક્રવર્તી,આયુષ શ્રેષ્ઠા, સંજીવ દર્શન, સવેરા મહેતા અને સમીરા કોપીકર. એ જ રીતે ફિલ્લૌરીમાં અનુષ્કાએ શાશ્વત સચદેવ અને જસલીન રાયલ ઉપરાંત નવોદિત ગાયક રોમીને દમ દમ અને સાહેબા ગીત ગાવાની તક આપી. હોરર ફિલ્મ પરીમાં એણે બંગાળી સંગીતકાર અનુુપમ રાયને તક આપી. આમ અનુષ્કા સંગીતના ક્ષેત્રે સતત પ્રયોગો કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY