સીસીટીવીના મુદ્દે કેજરીવાલે જનતા સમક્ષ ન્ય્નો રિપોર્ટ ફાડી નાખ્યો

0
684

ન્યુ દિલ્હી,તા.૩૦
દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ અને ઉપરાજ્યપાલ વચ્ચે હજુ વિવાદ ચાલુ જ રહ્યો છે જેમાં સીસીટીવીના મુદે કેજરીવાલ અને એલજી વચ્ચે વિવાદ થતાં કેજરીવાલે એલજીનો રિપોર્ટ જ આમ જનતાની સામે ફાડી નાખતાં આ મુદ્દે હવે ફરી એકવાર આ બંને વચ્ચે વિવાદ થાય તેવી સંભાવના છે.
ગઈ કાલે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ સીસીટીવા કેમેરા લગાવવાના મુદે આરડબ્લ્યુએ અને માર્કેટ એસો.ના પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. ત્યારે આ મામલે ઉપરાજ્યપાલ દ્વારા રચાયેલી કમિટીના અહેવાલનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
જેમાં તેમણે જણાવ્યું હતું કે આ અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં કોઈ સીસીટીવી કેમેરા લગાવશે તો તેને દિલ્હી પોલીસ પાસેથી લાઈસન્સ લેવું પડશે. ત્યારે કમિટીના આ નિયમનો કેજરીવાલે વિરોધ કરતાં જણાવ્યુ કે આવું કરવાનો મતલબ એ થાય કે પૈસા આપો અને લાઈસન્સ લઈ જાવ.
આ બાબતે દિલ્હી પોલીસના ઈરાદા અંગે સવાલ કરતા મુખ્યપ્રધાન કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે સીસીટીવી ક્્યાં લગાવવાના છે તે પોલીસ નહિ પણ મહિલાઓ અને માર્કેટ એસોસીએશન નક્કી કરશે. તેમણે આ અંગે જનતાને પણ સવાલ કર્યો હતો કે કમિટીનો આ અહેવાલ અને નિયમ તમારી દૃષ્ટિએ કેવો લાગે છે.?
બીજી તરફ તેમણે આવો સવાલ કરી કમિટીનો અહેવાલ જનતા સમક્ષ જ ફાડી નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે વિવાદ ચાલુ રહેતા આ મુદો વઘુ ગરમાઈ રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY