ઉધના-લીંબાયતને જોડતા નિર્માણધીન રેલવે અોવરબ્રિજ માટે ઉધના ઉદ્યોગનગરમાં મૂકાયેલી લાઈન દોરીમાં નડતરરૂપ ૧૭ દુકાનોનું ડિમોલીશન આજ આજે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવ્યું હતું.

0
29

 

ઉધના ઉદ્યોગનગરમાં લાઈનદોરીના અમલ માટે ૧૭ દુકાનોનું ડિમોલીશન
ઉધના-લીંબાયતા ફલાય બ્રિજ માટે લાઈનદોરી મૂકવામાં આવી હતી
સુરત, તા. ૨૪
આજે સવારે ઉધના રેલવે સ્ટેશન પાસે રોડ નંબર ઝીરો ખાતે ગરનાળા ખાતે આવેલ ૧૭ જેટલી દુકાનોમાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા લાઈનદોરીનો અમલ કરી એલાઈટમેન્ટમાં આવતી કોમર્સિયલ પ્રોપર્ટીનું ડિમોલીશન હાથ ધરાયું છે. ઉધના ઝોનના કાર્યપાલક ઈજનેર પી.ડી. મુન્શીના જણાવ્યા અનુસાર ઉધના રેલવે સ્ટેશન પાસે રોડ નં. ઝીરો ખાતે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા લાઈનદોરી અને એલાયમેન્ટનો અમલ શરૂ કર્યો છે. ડિમોલીશનની કામગીરી માટે ઉધના ઝોનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. ઉધના-લીંબાયતને જાડતો રેલવે અોવર બ્રિજના નિર્માણ માટે અડચણરૂપ ૧૭ જેટલી દુકાનનોનું આજે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યછું છે. ઉધના પોલીસના બંદોબસ્ત હેઠળ ડિમોલીશનની કામગીરી ચાલી રહી છે. તમામ ૧૭ જેટલી મિલકતો કોમર્સિયલહોવાથી વૈકલ્પિક વ્યવસ્થા અપાઈ નથી. ટાઉન પ્લાનિંગ વિભાગનો સ્ટાફ તથા ઉધના ઝોનના સ્ટાફની મદદથી ડિમોલીશનની કામગીરી પોલીસ બંદોબસ્ત હેઠળ ચાલી રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY