હવે સીમકાર્ડ વગર થઈ શકશે વાત: પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિકસાવી ટેકનીક

0
88

ચંડીગઢ,તા.૯
હવે ફોન પર વાતચીત માટે સર્વિસ પ્રોવાઈડરની જરુર નહીં પડે. તમારી પાસે માત્ર ઈન્ટરનેટ કનેક્શન (વાઈ-ફાઈ) હોવું જરી છે. આ ટેકનીક પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિકસાવી છે. આ ટેકનીકથી ન તો પ્રાઈવસી કે ન તો ડેટા લીકનો ખતરો રહેશે. નાના વિસ્તારમાં આ ટેકનીક અત્યંત કારગત નિવડશે. વિભાગના પ્રોફેસર સાક્ષી, સરબજીત અને હરીશના માર્ગદર્શન હેઠળ રિસર્ચ સ્કોલર નીતિશ મહાજન અને ચીનુ સિંગલા સહિત એમટેકની ટીમે આ ટેકનીક વિકસાવી છે. આ ટેકનીકને વિકસાવવા માટે અંદાજે બે વર્ષનો સમય લાગ્યો હતો.
તેમાં પંજાબ યુનિવર્સિટીના યુઆઈઈટીના શિક્ષક અને પીએચડી સ્કોલર્સે પોતાનું યોગદાન આપ્યું છે. બે વિદ્યાર્થીઓને અંદાજે ૧૪.૫૦ લાખની સ્કોલરશિપ મળી હતી. જ્યારે અન્ય ઉપકરણ ખરીદવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાડવા અને લેબ બનાવવામાં પણ મોટો ખર્ચો થયો છે. આ પ્રકારના પ્રોજેક્ટ માટે ભારત સરકારમાંથી પ્રમાણપત્ર જાઈએ જેના માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY