ઉકાઇ ડેમમાં જળસમાધિ લઇ ચૂકેલ વાજપુરનાં કિલ્લાએ ફરી દર્શન દીધા

0
33

સુરત,તા.૨૨
ઉકાઇ ડેમમાં પાણી ખાલી થઇને જળાશયની સપાટી ૨૮૫ ફૂટે પહોંચતાં ૧૭મી સદીનો પાણીમાં ગરકાવ થઇ ગયેલો વાજપુરનો કિલ્લો ફરી દેખાતો થયો છે. ઉકાઇ ડેમ ૧૯૭૨માં બનાવવામાં આવ્યો ત્યારે જંગલ વિસ્તારનું વાજપુર ગામ ડૂબી ગયું હતું. આ ગામમાં ૧૭૨૯થી ૧૭૬૬ની સાલમાં બનાવવામાં આવેલો એક કિલ્લો પણમાં ડૂબી ગયો હતો. હાલ ડેમની સપાટી ૨૮૫ ફુટે પહોંચતા ગાયકવાડી સ્ટેટનો ગણાતો આ કિલ્લો દેખાતો થયો છે.
છેલ્લા બે વર્ષથી ઉકાઇ ડેમની સપાટી ઉનાળાના છેલ્લા દિવસોમાં ઘણી નીચે ઉતરી જતા વાજપુરનો કિલ્લો દેખાઇ રહ્યો છે. વાજપુરનો કિલ્લો સૈનિકોનું થાણુ હોવાની સાથે અહીં કિમતી ખજાનો પણ રખાતો હોવાનું કહેવાય છે. અને તેના કારણે આ કિલ્લાને ગુપ્ત રખાતો હતો. તેથી આ કિલ્લાનો ઇતિહાસ વધુ જાણીતો નથી. તેમ છતાં વાજપુર ગામ ઉકાઇ ડેમના ડુબાણમાં ગયું.
ત્યારે આ ગામના લોકોને હાલના બોરદા વિસ્તારમાં વસાવવામાં આવ્યા હતા. બોરદા વિસ્તારમાં પુનર્વસન પામેલા ૧૦ જેટલા ગામોના આદિવાસી સમાજના લોકો વાજપુરમાં કિલ્લો હોવાની જાણકારી ધરાવે છે. ગાઢ જંગલ વિસ્તાર ગણાતા વાજપુર રેંજના ગોડદાપાણી ચોકીથી જમણી તરફ લગભગ પાંચ કિમી જેટલું જળાશયમાં અંતર કાપીને વાજપુરના કિલ્લા સુધી પહોંચી શકાય છે.
જાકે ગત વર્ષે આ કિલ્લો જાવા જતા હોડી ઉંધી વળી જવાથી કેટલાક યુવકો ડૂબીને મૃત્યુ પામતા સ્થાનિક વહીવટી તંત્રએ કિલ્લો જાવા જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ચોમાસા દરમિયાન ઉકાઇ ડેમ પાણીથી છલોછલ હોય ત્યારે આ કિલ્લો પાણીમાં ૮૦ થી ૧૦૦ ફૂટ જેટલો ડુબેલો હોય છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY