યુએન,તા.૨
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સંઘે ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનને બ્લેકલિસ્ટ કરી દીધો છે જેને પગલે તેના પર પ્રવાસનો પ્રતિબંધ સહિત તેની સંપત્તિઓ જપ્ત કરવા સહિતની કાર્યવાહી થશે. અલ કાયદાના વર્તમાન વડા ઐમાન અલ-ઝવાહરી બાદ હમઝા બિન લાદેન સંભવિત વારસદાર બની શકે છે તેવી આશંકાએ યુએનએસસીએ તેને બ્લેકલિસ્ટ કરી દીધો છે.
૨૯ વર્ષીય હમઝાન અંગે બાતમી આપનારને અમેરિકાએ શુક્રવારે ૧૦ લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. સાઉદી અરબે પણ ગઈકાલે જણાવ્યું હતું કે તેમણે શાહી હુમક હેઠળ હમઝા બિન લાદેનની નવેમ્બરમાં નાગરિકતા રદ કરી દીધી છે.
હમઝા બિન લાદેનને યુએનએસીએ બ્લેકલિસ્ટ કરતા હવે તેને કોઈપણ દેશમાં મુસાફરી કરવા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકાશે તેમજ તેની સંપત્તિ પણ જપ્ત કરી લેવાશે. આ ઉપરાંત હથિયાર અવરોધો હેઠળ પણ હમઝાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હથિયાર પૂરા પાડી શકશે નહીં.
હમઝા બિન લાદેન તેના પિતા ઓસામા બિન લાદેનની અમેરિકા દ્વારા એક અત્યંત ગુપ્ત મિશનમાં કરાયેલી હત્યાનો બદલો લેવા માંગે છે અને એટલા માટે જે તે ઓગસ્ટ ૨૦૧૫થી પોતાના વીડિયો અને ઓડિયો સંદેશાઓમાં અમેરિકા તેમજ તેના પશ્ચિમી સાથીઓ પર હુમલો કરવા આતંકીઓને ઉશ્કેરી રહ્યો છે. મે ૨૦૧૧માં યુએસના કમાન્ડોએ પાકિસ્તાનના અબોટાબાદમાં અલ કાયદાના સર્વેસર્વા ઓસામા બિન લાદેનને ઠાર કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




