મુંબઈ એરપોર્ટ પર બોમ્બની ધમકીનો ફોન આવતા અફરાતફરી

0
2

મુંબઇ,તા.૨
મુંબઈ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે સવારે બોમ્બ મૂકાયો હોવા અંગે ધમકીભર્યો ફોન આવતા અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ સવારે ૧૧ કલાકે એરપોર્ટ ઓથોરિટીને એક ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં આગામી ૧૨ કલાકમાં આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર બ્લાસ્ટ થશે તેમ જણાવ્યું હતું. આ ધમકીને પગલે ઝડપથી વિવિધ એરલાઈનની ઓફિસો, તેમજ પ્રી-ડીપાર્ચર અને અરાઈવલના ભાગને ખાલી કરી દેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (મ્્છઝ્ર)ને આ અંગે જાણ કરાઈ હતી. તકેદારીના ભાગ રૂપે આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર ટર્મિનલ-૨ને ખાલી કરાવી દેવામાં આવ્યું છે.
મુંબઈ એરપોર્ટને મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારના ૧૧થી સાંજના ૫ વાગ્યા સુધી મેઈન્ટેનન્સ હેતુ બંધ કરવામાં આવે છે. હાલમાં મુંબઈ એરપોર્ટના બન્ને રનવે પર મેઈન્ટેનન્સ કામગીરી ચાલુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY