યુએન,તા.૧૭
આ વર્ષની શરૂઆતમાં લગભગ ૧૩૦૦ રોહિંગ્યા મુસલમાનોને ભારતમાંથી બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે. એક અધિકારી તરફથી બુધવારે આ વાતની જાણકારી આપવામાં આવી છે. ભારતમા રોહિંગ્યા મુસલમાન મ્યાનમારમાં સેનાના અભિયાનને કારણે ભારત આવીને વસ્યા છે. ભારતના આ પગલાંની હવે યુનાઈટેડ નેશન્સ અને ઘણા માનવાધિકારી સંગઠન ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે ભારતે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કર્યુ નથી. યુએમ અને બીજા સંગઠનોએ ભારત પર આરોપ લગાવતા એ પણ કહ્યું કે મ્યાનમારમાં સંભવિત ખતરા વચ્ચે રોહિંગ્યા મુસલમાનોને પાછા મોકલવા કાયદો તોડવા જેવુ છે.
૪૦,૦૦૦ રોહિંગ્યા દેશનૈ અલગ અલગ ભાગોમાં ભારતે યુએન રેફ્યુજી કન્વેન્શનને સાઈન કર્યા છે. વર્ષ ૨૦૧૮માં ભારતમાં ૨૩૦ રોહિંગ્યા મુસલમાનોની ધરપકડ થઈ હતી. ઈન્ટર સેક્ટર કોઓર્ડિનેશન ગ્રુપ (આઈએસસીજી) ની પ્રવકતા નયના બોઝે જણાવ્યુ છે કે ૩ જાન્યુઆરીથી રોહિંગ્યા મુસલમાનોનું બાંગ્લાદેશ પહોંચવુ ઝડપી બન્યુ છે. અત્યાર સુધીની જાણકારી મુજબ આ વર્ષ અત્યાર સુધી ૩૦૦ પરિવારોના લગભગ ૧૩૦૦ લોકોને ભારત તરફથી બાંગ્લાદેશ મોકલવામાં આવી ચૂક્્યા છે. આઈએસસીજીમાં યુએનની ઘણમી એજન્સીઓ અને બીજા અમુક વિદેશી માનવીય સંગઠન શામેલ છે.
કહેવામાં આવી રહ્યું છે કે સીમા પાર કરીને બાંગ્લાદેશ આવેલા લોકોને પોલિસે કસ્ટડીમાં લીધા છે અને કોક્સ બજાર મોકલી દીધા છે. કોક્સ બજાર બાંગ્લાદેશના દક્ષિણનો એક જિલ્લો છે જ્યાં દુનિયાના સૌથી મોટા શરણાર્થી શિબિર છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ગેરકાયદેસર રીતે દાખલ થવાના આરોપમાં ૨૦૧૨થી જેલમાં બંધ સાત રોહિંગ્યા મુસલમાનોને પોલિસે અસમ-મ્યાનમાર બોર્ડર પર મોકલી દીધા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




