દર વર્ષ ની જેમ આ વર્ષે પણ યુનાઇટેડ ફોસ્ફરસ લી દ્વ્રારા “વી આર યુનાઇટેડ ” કાર્યક્રમ યોજાયો

0
383

20/02/2018

સી એસ આર અંતર્ગત જુદી જુદીપ્રાથમિક શાળાઓ ના વિદ્યાર્થીનીઓમાં રહેલી નૈસર્ગિક છૂપી કળા ને બહાર લાવી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ફલક પર ગરીબ વિદ્યાર્થીઓ પોતાને સાબિત કરી શકે અને ચમકી શકે તેના જ એક ભાગરૂપે આ વર્ષે પણ બીયર પ્લેઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ જેમાં ભરૂચ જિલ્લાની ૭૨૫ પ્રાઈમરી  સેકન્ડરી તથા હાયર સેકન્ડરી શાળાનો સંપર્ક નવ તાલુકામાં કરવામાં આવેલો જેમાંથી 2031 વિદ્યાર્થી -વિદ્યાર્થિનીઓએ નેચર રિલેટેડ ડ્રોઈંગ કરી શીટ પર મોકલેલ જેમાં દરેક તાલુકા દીઠ એક થી ચાર ક્રમાંક રાખી કુલ એકસોઆઠ વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ ને સર્ટિફિકેટ અને પ્રોત્સાહન રાશિ માટે સિલેક્ટ કરવામાં આવેલ જે માટે આજરોજ તારીખ ૨૧-૨-૨૦૧૮ ના સવારે ૧૦:૩૦ કલાકે ગટ્રુ સ્કુલ પાસે ના નવજીવન ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયેલ.

જેમાં જીપીસીબીના અધિકારી ત્રિવેદી સાહેબ ,જીલ્લા શિક્ષણ અધિકારી ,ખોડીયાર સામાજિક કાર્યકર મીનાબેન પંજવાણી, આરએફઓ જેપી ગાંધી, સામાજીક કાર્યકર ડૉ હરીશ ભાઇ શાહ,યુ.પી.એલ ના સી.એસ.આર  હેડ ઋષિ ભાઈ પઠાણી, સી.એસ.આર નાથાભાઇ ડોડીયા , તથા યુ.પી.એલ ના વિવિધ યુનિટના યુનિટ હેડ તથા વિવિધ યુનિટના સી.એસ.આર વોલેન્ટિયર ની ઉપસ્થિતિ સાથે અંદાજિત ત્રણસો જેટલા વિવિધ સ્કૂલોના વિદ્યાર્થી -વિધ્યાર્થીનીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવોએ પર્યાવરણ વિશે માર્ગદર્શન આપેલ ત્યારબાદ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ અને ત્યારબાદ કાંસિયા, મોતાલી, કપલસાડી માંડવાની  સ્કૂલોના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરેલ જે બાદ ડ્રોઈંગ પ્રદર્શન જાહેર જનતા માટે બે દિવસ માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY