વડોદરામાં સ્ટાર ટુર્સની ઓફિસને તાળા લાગતા સેંકડો લોકો અટવાયા

0
415

વડોદરા,
તા.૨૧/૦૨/૨૦૧૮

લાખો રૂપિયા બૂકિંગ પેટે લીધા બાદ સંચાલકોનો પત્તો નથી

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલી સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસને રાતોરાત તાળા વાગી જતા ફરવા જવા માંગતા સેંકડો લોકો અટવાઈ ગયા છે. આ લોકો પાસેથી ટ્રાવેલ્સ ઓફિસના સંચાલકે બુકીંગ માટે ઉઘરાવેલી રકમનો આંકડો પણ લાખો રૂપિયામાં થવા જાય છે. મળતી વિગતો પ્રમાણે જલારામ મંદિર પાસેના ચંદ્રલોક કોમ્પ્લેક્ષમાં સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફીસ આવેલી છે. આશિષ વ્યાસ અને નિર્મલ વ્યાસ તેના સંચાલક છે. ચાલી રહેલી ચર્ચા પ્રમાણે તેઓ છેલ્લા કેટલાક સમયથી નાણાભીડમાં હતા. એ દરમિયાનમાં તેમણે દુબઈ, યુરોપ અને થાઈલેન્ડ ફરવા જવાના પેકેજના બૂકીંગ માટે લોકો પાસેથી પૈસા લેવાનુ ચાલુ રાખ્યુ હતુ.

જા કે બુધવારે અચાનક જ ઓફિસને તાળા વાગી જતા સંખ્યાબંધ લોકો સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસે ઉમટી પડયા હતા. બીજી તરફ સંચાલકોના ફોન સવારથી જ બંધ આવતા હોવાથી લોકો રોષે ભરાયા હતા અને ઓફિસની બહાર દેખાવો પણ કર્યા હતા. આ પૈકીના એક વિપુલભાઈનું કહેવુ હતુ કે મારી બહેન કેનેડા રહે છે. તેના પરિવાર માટે જુન મહિનામાં મેં યુરોપની ટુરનુ બૂકિંગ કરાવવા માટે ૨૦ લાખ રૂપિયા આપ્યા હતા. જાકે મને શંકા પડી હતી અને એક મહિનાથી મેં પૈસા પાછા માંગવાના ચાલુ કર્યા હતા. તેઓ પૈસા આપવામાં ગલ્લા તલ્લા કરી રહ્યા હતા. આખરે તેમણે મને બ્લેન્ક ચેક આપ્યા હતા.જાકે આ ચેક પણ મંગળવારે બેન્કમાં મેં ભરતા બાઉન્સ થયા છે. દરમિયાન સંચાલકો સામે ફરિયાદ નોંધાવવા માટે લોકોનો મોરચો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY