યોગી સરકારનો હાઈકોર્ટને જવાબ,વિધાયક વિરુદ્ધ પુરાવા હશે તો કાર્યવાહી કરવામાં આવશે
લખનઉ,તા.૧૨
ઉત્તર પ્રદેશ સરકારે ઈલાહાબાદ હાઈકોર્ટમાં દાખલ કરેલા રોપોર્ટમાં કહ્યુ છે કે, ઉન્નાવ ગેંગરેપના આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરૂદ્ધ કોઈ જ પુરતા પુરાવા હાથ લાગ્યા નથી. ઉત્તર પ્રદેશ સરકારે કહ્યુ છે કે, તપાસમાં જા સેંગર વિરૂદ્ધ પુરાવાઓ હાથ લાગશે તો કાર્યવાહી કરવામાં આવશે.
હાઈકોર્ટે આ મામલે પ્રદેશ સરકારના આ જવાબ પર નિરાશા વ્યક્ત કરતા આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખી લીધો છે. આ કેસનો ચુકાદો આવતી કાલે શુક્રવારે ૨ વાગ્યે સંભળાવવામાં આવશે.
દેશભરમાં ચકચાર મચાવનાર ઉન્નાવ ગેંગરેપ કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. ઈલાહાબાદ હાઈકોર્ટે પણ આ મામલે કડક વલણ અખત્યાર કરતા આજે સરકારને સ્પષ્ટ પુછ્યું હતું કે, તે એક કલાકમાં બળાત્કારના આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કરશે કે કેમ? આ મામલે ઈલાહાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસે રિપોર્ટ પણ માંગ્યો છે.
ઉત્તર પ્રદેશ સરકાઅરે ઈલાહાબાદ હાઈકોર્ટને સોંપેલા પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, ધારાસભ્ય વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવાઓ નથી. જા તેમના વિરૂદ્ધ કોઈ પુરાવાઓ જણાશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારના વકીલે કહ્યુ હતું કે, સરકારે આ મામલે અત્યાર સુધી કાયદાને અંતર્ગત યોગ્ય કાર્યવાહી કરી છે અને ભવિષ્યમાં પણ તે કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત જ કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે, ગેંગરેપ અને પીડિતાના પિતાની હત્યાના મામલે એસઆઈટી અને ચારેય તરફથી વધી રહેલા દબાણના કારણે સેંગર ગઈ કાલે બુધવારે મોડી રાત્રે એસએસપી નિવાસ્થાને પહોંચ્યાં હતાં, પરંતુ સરેંડર કર્યા વગર જ પરત ફર્યાં હતાં.
ઉન્નાવ ગેંગરેપ મામલે વિરોધ પક્ષ પણ ભાજપ પર આક્રમક છે. આ મામલે ભાજપની છબી ખરડાઈ છે. સ્થિતિને ધ્યાનમાં રાખી વડાપ્રધાને આ મામલો હાથમાં લીધો છે અને જાતે જ રાજ્યના ધારાસભ્યોને ફોન કરીને જમીની હકીકતની જાણકારી મેળવવાનો નિર્ણય લીધો છે. જ્યારે આ મામલે આગામી સપ્તાહે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





