એશિયાનું સહુથી મોટું જીરા વરીયાળી બજાર ઉંઝા માર્કેટ યાર્ડ બંધ

0
264

ઊંઝા,તા.૨૧
એનસીડેક્સનાં ટ્રેડીંગ સમય વધારવાનાં મુદ્દે સમગ્ર ગુજરાતનાં કોમેડીટી એસોસીયન વિરોધ નાધાવી રહ્યા છે, ત્યારે ઉંઝામાં પણ તેની અસર જાવા મળી રહી છે અને સમય વધારવાનાં વિરોધમાં ઉંઝા માર્કેટ યાર્ડ બંદ રહ્યું. એશિયાનું સહુથી મોટું જીરા વરયાળી બજાર તરીકે ઉંઝા માર્કેટ યાર્ડ કહેવાય છે, ત્યારે એનસીડેક્સનાં વિરોધમાં સમગ્ર માર્કેટ યાર્ડનાં વેપારીઓએ વિરોધ નોંધાવી વેપાર બંદ રાખ્યા હતા ઉંઝા કોમોડીટી એસોસીયન દ્વરા બંદનું એલાન આપતા ઉંઝા માર્કેટ યાર્ડે પણ તેને સમર્થન આપ્યું હતું.
વેપારીઓનું કહેવું છે કે વેપારનો સમય સવારે ૧૦થી ૫નો હતો, જે વધારી સવારે ૯થી સાંજે ૬ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. સમય વધારતા સટ્ટા બજારમાં વધારો થશે જેના કારણે ગમે ત્યારે ભાવમાં ઘટાડો થઇ શકે છે અને સટ્ટા બજારનાં કારણે ખેડૂતોને ભાવનું નુકશાન વેઠવું પડશે ત્યારે આ સમય જે જુનો છે તે રહેવો જાઈએ. એનસીડેક્સનાં વેપારમાં જીરૂ એરંડા ગવાર, રાયડો, ધાણા, ચણા જેવા પાકનું વાયદા બજાર ચાલે છે, ત્યારે સમય વધારતા આ પાકનાં વેચાણ ઉપર સીધી અસર પડશે અને જેનું નુકસાન સીધું ખેડૂતોને થશે તો બીજી તરફ ખેડૂતોને પૂરતા ભાવો નહિ મળે.
વેપારીઓનું માનવું છે કે સટ્ટા બજાર વધશે જેના કારણે ગમે ત્યારે આ ચીજાનાં ભાવ ઘટી શકે છે. જા કે ઉંઝા માર્કેટ યાર્ડ બંદ રહેતા એક જ દિવસમાં સો કરોડનો વેપાર ઠપ થઇ ગયો છે. ઉંઝા માર્કેટ યાર્ડમાં કુલ બે હજાર વેપારીઓ છે અને રોજની જીરાની આવક ૫૦ હજાર બેગ છે, ત્યારે માર્કેટ બંધ રાખી એનસીડેક્સનો વિરોધ કરવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY