મથુરા,તા.૨૮
ઉત્તરપ્રદેશના મથુરા જનપદમાં શનિવારના રોજ કરવા ચોથના દિવસે એક ગામમાં બીમાર પત્નીએ વ્રત રાખવામાં લાચારી વ્યકત કરી તો પતિએ ફાંસી લગાવી જીવ ગુમાવી દીધો છે. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો.
પોલીસના મતે વૃદાંવન કોતવાલી ક્ષેત્રના અંતર્ગત જૈંત પોલીસ ચોકીના ગામ મઘેરાના રહેવાસી વ્યવસાયે ટેલર દીના ઉર્ફે દિનેશ (૧૯)એ માત્ર આટલી વાત પર સીલિગ ફેનમાં દોરડું બાંધીને ફાંસી લગાવી લીધી. કારણ કે તેની બીમાર પત્નીએ કરવા ચોથનું વ્રત રાખવાની ના પાડી હતી. કોઇ કારણોસર પત્ની ઘરની બહાર ગઇ અને જ્યારે પાછી ફરી તો તેના પતિનો મૃતદેહ પંખા પર લટકેલો મળ્યો. આ બંનેના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા. પોલીસે આત્મહત્યાનો કેસ માની ફરિયાદ ના મળવા સુધી કાર્યવાહીની ના પાડી.
આપને જણાવી દઇએ કે થોડાંક દિવસ પહેલાં જ મથુરામાં બીજી એક કંપાવનારી ઘટના સામે આવી હતી. અહીં દહેજ માટે સાસરીવાળા દ્વારા ઉત્પીડનથી કંટાળેલ યુવતીએ તંગ આવી ફાંસી લટકી ગઇ હતી. તેનો પતિ તેને આત્મહત્યા કરતી રોકવાની જગ્યાએ લાઇવ વીડિયો બનાવતો રહ્યો. પોલીસના મતે આ ઘટના ગયા ગુરૂવારે બની હતી. આ અંગે માહિતી મળતા જ પોલીસ અને યુવતીના પરિવારજનો તેના ઘરે પહોંચી ગયા હતા. પોલીસે સાસરીવાળાની વિરૂદ્ધ દહેજ ઉત્પીડન અને હત્યાનો કેસ નોંધી પતિ રાજકપૂર અને સાસુ વિમલાની ધરપકડ કરી જેલામાં મોકલી દીધા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





