કરાચી,તા.૨૮
પાકિસ્તાનના ક્રિકેટ સત્તાધીશોએ નવેમ્બર-ડિસેમ્બરમાં શારજાહ ખાતે યોજાનાર ટી-૧૦ લીગ સ્પર્ધામાં પોતાના કેટલાક ખેલાડીને ભાગ લેવા માટે આખરે મંજૂરી આપી છે. પી. સી. બી. દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આઈ. સી. સી. અને એમિરેટ્સ ક્રિકેટ બાર્ડ પાસેથી વિગતવાર માહિતી મેળવ્યા પછી કેટલાક ખેલાડીને તે સ્પર્ધામાં રમવાની પરવાનગી આપવામાં આવી છે.
આ ઉપરાંત, પી. સી. બી.ના પોતાના ભ્રષ્ટાચાર વિરોધી ખાતાએ પણ આ બાબતમાં પૂરી તપાસણી કરી હતી. ગયા મહિને પી. સી. બી.ના ચેરમેન અહેસાન મણીએ કેટલાક ખેલાડીને રમવા માટે આપવામાં આવેલ પરવાનગીને રદ કરતા આગ્રહ કર્યો હતો કે તે સ્પર્ધા પારદર્શક અને ભષ્ટાચારથી મુક્ત હોવી જાઈએ. તે નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આઈ. સી. સી.એ પોતાની જાડે સંકલિત સભ્ય-રાષ્ટ્રોના ક્રિકેટ બાર્ડને તેઓના ખેલાડીઓને પરવાનગી બક્ષવા માન્યતા આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




