ઉપલેટા રબારી સમાજ દ્વારા મહેસાણામાં ગૌરક્ષકની બેરહેમીપૂર્વક હત્યા ના આરોપીઓને પકડી પાડવા મામલતદાર ને આવેદનપત્ર અપાયું

0
321

ઉપલેટા: ગતરોજ તા. ૬/૮/૧૮ ને સોમવારના રોજ ઉપલેટા શહેર તથા તાલુકાના રબારી સમાજ ગ્રુપ દ્વારા તાજેતરમાં મહેસાણા જિલ્લાના નંદાસણમાં કડી તાલુકાના ખેરપુર ગામના રાજુભાઈ દેસાઈ નામના માલધારી સમાજના એક ગૌરક્ષક પર હિચકારો હુમલો કરીને બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધેલ છે. જે ઘટનાને સખત શબ્દોમાં વખોડવામાં આવેલ. તેમજ ગૌરક્ષક રાજુભાઈ દેસાઈની હત્યાના આરોપીઓનો હજુ સુધી કોઈ પતો લાગેલ નથી. જેથી ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આવા આરોપીઓને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને કાયદેસરની ન્યાયિક કાર્યવાહી કરવામાં ન આવે તો આરોપીઓનું માનસિક મનોબળ વધુ મજબૂત બને અને ફરી વખત અન્ય ગૌસેવકો પર પણ હુમલો કરે તેવી દહેશત છે. અને ગૌરક્ષકો ઉપર આવા ગુન્હેગારો હાવી થઈ જાય, જે માલધારી સમાજ કદી સાંખી નહીં લે. જો આ હત્યાના આરોપીઓની તાત્કાલિક અસરથી અટકાયત કરવામાં આવે અને દાખલારૂપ સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા કોઈ બનાવ બનવા ન પામે તે માટે આરોપીઓની ત્વરિત અટકાયતમાં લઈ, કાયદાનું ભાન કરાવવા અમારી માલધારી સમાજની લાગણી અને માગણી સાથે ઉપલેટા મામલતદાર ને આશરે ૪૫૦ થી ૫૦૦ રબારી સમાજના લોકો એ આવેદનપત્ર આપ્યું હતું.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598
7016006334

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY