ઉપલેટા શહેરના મોજ નદીના કાંઠે રહેતા યુવાન ગઢવી-ચારણ દંપતિએ ઝેરી દવા પી લેતા બંનેના મૃત્યુ થતાં પીએમ માટે કોટેજ હોસ્પિટલ ખસેડાયા

0
197

ઉપલેટા: ગત રાત્રિના 12:00 કલાકે ઉપલેટા શહેરના પ્રવેશદ્વાર પાસે આવેલ મોજ નદીના કાંઠે નગરપાલિકાના પાણીના સંપ હાઉસ પાસે વર્ષોથી ઝૂંપડાઓ વાળીને રહેતા ચારણ પરિવારમાં પાંચ ભાઈ અને એક બહેનમાં ચોથા નંબરના 30 વર્ષીય ગઢવી એભાભાઈ નવઘણભાઈ માવલીયા તથા તેમના 27 વર્ષીય સગર્ભા પત્ની રાજીબેન એભાભાઈ માવલીયા નામના દંપતિએ તેમના ઘરે કોઈ કારણસર રાત્રીના ઝેરી દવા પી લેતા બંનેના ઘટનાસ્થળે મૃત્યુ નિપજયા હતા. સારવાર અર્થે સૌપ્રથમ પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કરેલ હતા. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પોલીસના પંચનામા બાદ પીએમ કરવામાં આવ્યું હતું. મરનાર બંનેના હજુ લગ્ન સાત માસ પહેલા જામનગર ખાતે થયા હતા. અને રાજીબેનને તો ચાર માસનો ગર્ભ પણ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોના આક્રંદથી સમગ્ર હોસ્પિટલ ગુંજી ઉઠયું હતું. વોર્ડ નંબર ત્રણના દરેક કામ માટે ગરીબ લોકોની સેવા કરતા સુધરાઈ સભ્ય જયેશભાઈ ત્રિવેદીએ સતત રાત્રિથી જ સાથે રહી, હોસ્પિટલ પહોંચાડવામાં તેમજ પોસ્ટમોર્ટમ થયું ત્યાં સુધી સાથે રહી મદદ કરી હતી. પોલીસ દ્વારા આ અંગે તપાસ ચાલુ હોય તપાસ બાદ ચોક્કસ કારણ જાણવા મળશે.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598 7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY