સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ.
જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.ઢોલ તથા સ્ટાફ દ્વારા થાનગઢ તાલુકાના વિજળીયા ગામમાં રેઇડ કરી, રોકડ રકમ રૂ. 71,870/- મોબાઈલ નંગ 05, મોટર સાયકલ નંગ 02 સહિત કુલ રૂ. 1,50,870/- ના મુદ્દામાલ સાથે 08 આરોપીઓને પકડી પાડી, પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.ઢોલ,હે.કો. હિતેશભાઈ , પો.કો. સુરેશભાઈ મકવાણા, અનિરૂધ્ધસિંહ ખેર, પ્રકાશભાઇ કાકડીયા,વીહાભાઇ મેણીયા સહિતના સ્ટાફની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના વિજળીયા ગામે ઊંડવી રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (1) ભરતભાઇ ધીરુભાઈ પંડિત જાતે ત.કોળી ઉવ. 28 રહે. વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર તથા (2) વિરમભાઈ ભોપાભાઈ ઝાલા જાતે ત.કોળી ઉવ. 32 રહે. વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર (3) સુરેશભાઈ મશરુભાઈ કૂણપરા જાતે ચુ.કોળી ઉવ. 32 રહે. નવાગામ તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર, (4) ઘુસાભાઈ ઘૂઘાભાઈ પંડિત જાતે ત.કોળી ઉવ. 33 રહે. વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર, (5) શૈલેષભાઇ રમેશભાઈ ગોલતર જાતે વાળંદ ઉવ. 32 રહે. અમરાપર તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર, (6) પંકજભાઈ હેમાભાઈ સોલંકી જાતે ત.કોળી ઉવ. 25 રહે. વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર, (7) પ્રેમજીભાઈ ગાંડાભાઈ કુંઢિયા જાતે દેવીપૂજક ઉવ. 35 રહે. વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર તથા (8) રામજીભાઈ રઘુભાઈ સારદીયા જાતે ત.કોળી ઉવ. 23 રહે. વિજળીયા તા. થાનગઢ જી.સુરેન્દ્રનગરને રોકડ રકમ રૂ. 71,870/- તથા મોબાઈલ ફોન નંગ 05 કિંમત રૂ. 14,000/- મોટર સાયકલ નંગ 02 કિંમત રૂ. 65,000/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. 1,50,870/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલા તમામ 08 આરોપીઓ વિરુદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનના હે.કો. હિતેશભાઈ રામજીભાઈ માંડાણીએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વધુ તપાસ થાનગઢ પોલીસ સ્ટેશનના હે.કો. હિતેશભાઈ મંડાણી દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




