ઉદયપુરના લેકસિટીમાં હવે ગુજરાતીઓને વાહનો મૂકવા પર નિષેધ કરાયો

0
9

જયપુર,તા.૧૦
લેકસિટી ફરવા આવનાર દેશી-વિદેશી પ્રવાસીઓમાં ગુજરાતના વાહનો માટે હવે દૂધતલાઈમાં પ્રવેશ નિષેઘ કરી દેવાયો છે.
આ નિર્ણય ટ્રાફિક પોલીસે ગુલાબબાગ- દૂધતલાઈ રોડ પર વારંવાર જામ થતાં ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્ત થવા માટે લીધો છે તેમ જણાવવામાં આવે છે. આ નવા નિયમ અનુસાર રાજસ્થાનના વાહનોને દૂધતલાઈ સુધી જવા દેવામાં આવશે પરંતુ ગુજરાત તથા અન્ય રાજ્યના વાહનોને દૂધતલાઈથી ઘણા દૂર બનેલ પા‹કગમાં રાખવા પડશે. પાકિંગથી દૂધતલાઈ સુધી સોલાર રિક્ષા શરૂ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે જેથી પ્રવાસીઓને મુશ્કેલી ન પડે.
વર્તમાન સમયમાં આ નિયમથી ગુજરાત તથા અન્ય રાજ્યોના પર્યટકોને આ સ્થળ સુધી પહોંચવા માટે મુશ્કેલી પડી રહી છે. તેમજ આપ્રકારના અદેશથી આ ક્ષેત્રના વેપારી અને સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જાવા મળી રહ્યો છે. તેમને પોતાના વેપારને અસર થવાની ચિંતા સતાવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે અહીંના વેપારીઓનું કહેવું છે કે બહારના પ્રવાસીઓથી ધંધો મળતો હોય છે. કારણકે સ્થાનિક પ્રવાસીઓ અહીંથી ખરીદી કરતા હોતા નથી. તેમનું કહેવું છે કે જા કોઈ નિયમ લાગુ કરવો હોય તો બધા પર આ નિયમ લાગુ કરો. રાજસ્થાનના વાહનોની અવર જવરથી પણ ટ્રાફિક જામ થાય જ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY