નિર્માતાએ સીધીરીતે સેક્સ કરવા માટે કહ્યુ: ઉષા જાધવ

0
291

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,
કોરિયોગ્રાફર સરોજ ખાનના કાસ્ટિંગ કાઉચને લઇને નિવેદન બાદ હવે આ મામલે બોલિવુડના અન્ય કલાકારો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સરોજ ખાનના નિવેદન વચ્ચે જારદાર ગરમી બાદ હવે અભિનેત્રી ઉષા જાધવે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉષાએ કહ્યુ છે કે એક નિર્માતાએ તેને સીધી રીતે સેક્સ કરવા માટે કહ્યુ હતુ. પોતાની ફિલ્મો ટ્રાફિક સિંગનલ, ધાગ અને વીરપ્પન માટે જાણીતી રહેલી અભિનેત્રી અને નેશનલ એવોર્ડ જીતીને લોકપ્રિયતા મેળવી લેનાર સ્ટાર ઉષા જાધવે કહ્યુ છે કે એક ફિલ્મ નિર્માતાએ ફિલ્મમાં તક આપવા માટે તેને સેક્સ માટેની ઓફર કરી હતી. આ નિર્માતાએ તો સીધી રીતે સેક્સ કરવા માટેની વાત કરી હતી. તેનુ કહેવુ છે કે નિર્માતાએ સેક્સ માટેની ઓફર કરતા તે પોતે ચોંકી ઉઠી હતી.
કાસ્ટિંગ કાઉચનો મામલો ફરી એકવાર જારદાર ગરમી જગાવી રહ્યો છે. આ સંબંધમાં વાત કરતા અભિનેત્રી રાધિકા આપ્ટેએ કહ્યુ છે કે કેટલાક લોકોને ભગવાનની જેમ સમજી લેવામાં આવે છે. જેથી તેમના સંબંધમાં વધારે વાત કરવામાં આવતી નથી પરંતુ આ બાબત યોગ્ય નથી. આવા લોકોની સામે નિવેદન કરતા પહેલા લોકો વિચારે છે કે તેમના અવાજને કોઇ સાંભળશે નહી. કેટલાક લોકો એમ પણ માને છે કે જા તેઓ કોઇ નિવેદન કરશે તો તેમની કેરિયરને જ આના કારણે વધારે નુકસાન થશે. કાસ્ટિંગ કાઉંચના સંબંધમાં કોરિયોગ્રાફર સરોજ ખાનના નિવેદન બાદ અનેક લોકોએ તેમની સામે વાંધો ઉઠાવ્યો છે. બોલિવુડની સેલિબ્રિટીઓએ કહ્યુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચ જેવી કોઇ ચીજ નથી. દક્ષિણ ભારતની અભિનેત્રી શ્રી રેડ્ડીએ પણ હાલમાં એક નિર્માતા સામે કાસ્ટિંગ કાઉંચનો આક્ષેપ કર્યો હતો. સાથે સાથે આની સામે ટોપલેસ વિરોધ પણ કર્યો હતો.બોલિવુડમાં પ્રથમ વખત કાસ્ટિંગ કાઉંચનો મામલો સપાટી પર આવ્યો નથી. પહેલા પણ હલ્લો રહ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY