પિથોરાગઢ,તા.૫
ભારતની સીમામાં ચીનના સૈનિકો જ નહી પણ ચીનમાં બનેલી વસ્તુઓની પણ ઘૂસણખોરી થઈ રહી છે.
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલી બ્યાસ ખીણના સાત ગામડાઓમાં લોકોનુ પેટ જ ચીનના કારણે ભરાય છે તેમ કહીએ તો ખોટુ નથી.
આ સાત ગામમાં લગભગ ૪૦૦ પરિવારો રહે છે પણ તેમની રોજની જરુરિયાતની વસ્તુઓ માટે ઉત્તરાખંડ સરકાર તરફથી જે પૂરવઠો મોકલવામાં આવે છે તે ઓછો પડે છે. કારણકે વર્ષમાં સેકંડો મહિના ગામો સાથે જાડાયેલો રસ્તો બંધ રહેતો હોય છે. જેના કારણે તેમને વાયા નેપાળ થકી ચીનનુ મીઠુ, ખાવાનુ તેલ, ચોખા અને ઘઉંનો ઉપયોગ કરે છે.
આ ગામોથી સૌથી નજીકનુ માર્કેટ ૫૦ કિલોમીટર દુર છે. પણ આ રસ્તો ઘણી વખત બ્લોક રહેતો હોય છે. આ સંજાગોમાં તેમને રેશન સમયસર મળી શકતુ નથી. જે સપ્યાલ આવે છે તે પણ ૪૦૦ પરિવારોનુ પેટ ભરવા માટે કાફી નથી. હાલનો જે રસ્તો છે તે કેટલીક જગ્યાએ તુટેલો છે. જેનુ સમારકામ કરાયુ હતુ પણ વાહનો ચલાવવા માટે જાખમી છે.
અહીંના લોકો કહે છે કે ચીનનો જે સામાન આવે છે તે પાછો સસ્તો પણ હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




