પ્રસ્તાવને માનવ સંસાધન મંત્રાલયે જ ફગાવી દીધો
મુંબઇ,તા.૨૨
બોલીવૂડ સુપર સ્ટાર શાહરુખખાનને જામિલા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની ડોક્ટરેટની માનદ પદવી આપવાના પ્રસ્તાવને માનવ સંસાધય મંત્રાલયે જ ફગાવી દીધો છે.
યુનિવર્સિટી દ્વારા શાહરુખાનને પીએચડીની માનદ પદવી આપવા માટે માનવ સંસાધન મંત્રાલયને મંજૂરી આપવા અનુરોધ કરાયો હતો પણ માનવ સંસાધન મંત્રાલયે આ પ્રસ્તાવને નામંજૂર કરવા પાછળ કારણ આપ્યુ હતુ કે શાહરુખખાનને બીજી યુનિવર્સિટી દ્વારા આવુ સન્માન મળી ચુક્્યુ છે.
આરટીઆઈમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં આ ખુલાસો થયો છે.આમ તો શાહરુખે પદવી સ્વીકારવા માટે સંમતિ આપી હતી પણ જ્યારે યુનિવર્સિટીએ માનવ સંસાધન મંત્રાલયને પૂછ્યુ ત્યારે મંત્રાયલે ના પાડી દીધી હતી.કારણકે મૌલાના આઝાદ નેશનલ યુનિવર્સિટી શાહરુખને ડિગ્રી આપી ચુકી છે.
માનવ સંસાધન મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતુ કે આવી ડિગ્રી આપવા માટે કોઈ નિયમ નક્કી નથી પણ સામાન્ય રીતે એક વખત ડિગ્રી અપાઈ હોય તો બીજી વખત આપવાનુ ટાળવામાં આવતુ હોય છે. શાહરુખ જામિયા મિલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી હતો પણ ઓછી હાજરીના કારણે ફાઈનલ એક્ઝામમાં તેને બેસવા દેવાયો નહોતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




