ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં બે યુવકોનાં મોત નીપજ્યાં

0
26

વડોદરા,તા.૨૮
વડોદરા નજીક આવેલા કરજણના પોર પાસે હાઇવે રક્તરંજીત બન્યો હતો. અહીં ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે આશાસ્પદ યુવકોનું મોત થયું છે. ઘટના બાદ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી, જા કે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ ટ્રાફિકકિલયર કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે વડોદરા પાસે આવેલા કરજણના પોર પાસે હાઇવે પર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં સવાર બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનામાં મૃત્યુ પામેલા બંને યુવકો પાદરાના ચાણસદ ગામના રહીશ હોવાનું સામે આવ્યું છે, સમગ્ર ગામમાં શોક છવાયો છે.
બીજી બાજુ હાઇવે પર સર્જાયેલા અકસ્માતને કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી, જા કે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ સ્થિતિ કાબુમાં લીધી હતી, તો અકસ્માત અંગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી, બીજી બાજુ જુવાનજોધ પુત્ર ગુમાવતા ચાણસદ ગામમાં રહેતા પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY