સુલભ શૌચાલયમાં મારામારી, સંચાલક અને મહિલા પર ચાકુ વડે હુમલો

0
9

વડોદરા,તા.૫
વડોદરામાં મહાનગર પાલિકા સંચાલિત એક સુલભ શૌચાલયમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, શૌચ કરવા આવેલા વ્યક્તિએ પૈસા આપવાનો ઇનકાર કરતાં સંચાલક સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ પોતાના મળતિયાને બોલાવી સંચાલક અને એક મહિલા પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ઘટના અંગે શૌચાલય સંચાલકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વડોદરાના સયાજીગંજના ભીમનાથ બ્રિજ પાસે આવેલા મહાનગર પાલિકા સંચાલિત એક સુલભ શૌચાયયમાં મારામારીની ઘટના સામે આવી છે. શૌચાલય સંચાલક દ્વારા લખાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું કે હુમલો કરનાર વ્યક્તિ શૌચ કરવા આવ્યો હતો, ત્યારબાદ પૈસા માગ્યા તો મનાઇ કરી બોલાચાલી કરી હતી. ત્યારબાદ મારામારી કરી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપી ફરાર થઇ ગયા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે હુમલો કરનાર વ્યક્તિ શૌચાલયની બાજુમાં આવેલી ઝૂપડપટ્ટીમાં જ રહેતો હતો. તથા હુમલો કરનાર શખ્સે મહિલાને પણ માર માર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક કાર્યવાહી કરી હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY