આઈએસઆઈએસ સાથે જોડાયેલા ૩ શખ્સોની ધરપકડ

0
4

મુંબઈ,તા.૫
મહારાષ્ટ્ર એટીએસએ ઔરંગાબાદ અને થાણેમાં દરોડા પાડીને આઈએસઆઈએસ સાથે જાડાયેલા ૩ શંકાસ્પદની ધરપકડ કરી છે. હાલ ત્રણેય શંકાસ્પદની એટીએસએ પૂછપરછ હાથ ધરી છે. આ ત્રણેય શખ્સ આઈએસઆઈએસ આતંકી સંગઠન સાથે જાડાયેલા હોવાની આશંકા છે.
ઝડપાયેલા શંકાસ્પદમાં એક ઔરંગાબાદનો ડોક્ટર છે. ત્યારે આઈએસઆઈએસ સાથે કેવા પ્રકારના સંબંધો છે કે કેમ તે મામલે એટીએસએ પૂછપરછ હાથ ધરી છે. તો દરોડા દરમિયાન એટીએસને કેટલાક અગત્યના પુરાવા પણ મળ્યા છે.
સ્વતંત્રતા દિવસને અનુસંધાને સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ તમામ ગતિ-વિધિઓ પર બાજ નજર રાખી રહી છે ત્યારે આજરોજ મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળો પર સુરક્ષા એજન્સીઓએ પાડેલ રેડમાં ૩ લોકોને ઝડપી લીધા હતા.
આ આતંકવાદીઓ મુંબઇના નાલાસોપારા અને સતારામાંથી ઝડપાયા હતા. આ લોકોની પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને બોમ્બ સહિત બોમ્બ બનાવવાની સામગ્રીઓ મળી આવી હતી.
મહારાષ્ટ્ર એટીએસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આતંકવાદીઓની યોજના કેટલાય સ્થળો પર આંતકવાદી હુમલો કરવાની હતી. ઝડપાયેલ આ લોકોમાં એક વૈભવ રાવત નામનો વ્યકિત પણ સામેલ છે જે કથિત રીતે ગૌ વંશ સમિતિનો સભ્ય હોવાનું ખુલવા પામ્યું હતું. આ વ્યકિત દક્ષિણપંથી સનાતન સંસ્થાનો પણ એક મોટો સમર્થક રહેલો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY