દરેક સફળ પુરુષની પાછળ એક મહિલા હોય છે અને દરેક સફળ સ્ત્રીની
પાછળ એ સ્ત્રીની પોતાની તાકાત રહેલી છે : જિલ્લા ચૂંટણી અધિકારી મતી શાલિની અગ્રવાલ
વડોદરા તા. ૨૮ માર્ચ, ૨૦૧૯ (ગુરુવાર) જિલ્લા ચૂંટણી અધિકારી
મતી શાલિની અગ્રવાલે સીઆઇઆઇ અને યંગ ઇન્ડિયન્સના સહયોગથી સ્વીપ હેઠળ યોજવામાં આવેલી મહિલા મતદાર શિક્ષણ અને જાગૃત્તિ શિબિરમાં ૪૫૦ જેટલી ટેકનોક્રેટ, પ્રોફેશનલ્સ અને ઉદ્યોગ સાહસિક મહિલાઓને મતદાન કરવાના સબળ કારણો સમજાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, વિશ્વના ઘણાં દેશોમાં મહિલાઓને મતાધિકારથી સાવ વંચિત રાખવામાં આવી છે. જ્યારે ભારતના બંધારણે મહિલાઓને મતદાન કરવાનો, મનપસંદ ઉમેદવાર ચૂંટવાનો, ચૂંટણી લડવાનો અને પુરુષ સમોવડી બનીને ચૂંટાઇ આવવાનો અધિકાર આપ્યો છે. તેનું ગૌરવ અનુભવ્યો અને અવશ્ય મતદાન કરો.
મતી અગ્રવાલે, તા.૨૩મી એપ્રિલે તમામ મહિલાઓને મતદાન કરવાનો અને મતદાન કર્યાના પુરાવાના રૂપે ડાબા હાથની પહેલી આંગળીએ અવિલોપ્ય શાહીનું ટપકું ગૌરવ સાથે પ્રદર્શિત કરવાનો અનુરોધ કર્યો હતો.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે મહિલા મતદાતા જાગૃત્તિ માટે યોજાયેલ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા ચૂંટણી અધિકારી મતી શાલિની અગ્રવાલે કહ્યું કે, મહિલાઓના મતનું મૂલ્ય ઘણું છે. ભારત રાષ્ટ્રમાં સંવિધાને મહિલા અને પુરૂષ અને મહિલાઓને મતદાનનો સમાન અધિકાર આપ્યો છે. વિશાળ જનસંખ્યા ધરાવતા ભારત દેશમાં મહિલા મતદારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે, ત્યારે લોકતંત્રને સુદ્રઢ કરવાની જવાબદારી મહિલાઓની પણ છે. વિશ્વના કેટલાક રાષ્ટ્રોમાં મહિલાઓને મતદાન કરવા અધિકાર નથી જ્યારે ભારતમાં ૪૦ થી ૫૦% મતદાતાઓ મહિલા છે જે રાષ્ટ્રના સંચાલનની સત્તા નક્કી કરવા મતાધિકારની સત્તા ધરાવે છે. સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતાઓ સાથે નાગરિકોને ફરજ અને જવાબદારીઓ પણ નિભાવવાની હોય છે. મતી અગ્રવાલે વધુમાં કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા મતદાનનું પ્રમાણ વધુ છે ત્યારે શહેરી વિસ્તારમાં પણ મહિલા મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી તા.૨૩ એપ્રિલે વધુમાં વધુ મતદાન કરે તે સુદ્રઢ સમાજની રચના માટે જરૂરી છે.
મતી શાલિની અગ્રવાલે મહિલા મતદાતાઓને મતદાન માટે કેમ જતા નથી તેવું પૂછતાં જાણવા મળ્યું કે, મહિલાઓને ‘તેમના મતનું શું મૂલ્ય?’ તેમ કહી મતદાન માટે રોકવામાં આવે છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાનની મહત્તા સમજાવી કહ્યું કે, પુરૂષો મત આપવા જાય તો મહિલાઓએ કેમ ન જવું? મહિલાઓએ પોતાના મતનું મૂલ્ય ઓછું આંક્યા વિના વધુમાં વધુ મતદાન કરવું જોઇએ. ચૂંટણી ફરજ પર રોકાયેલા મહિલા કર્મચારીઓ સુવિધા આપવા કહ્યું ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને તેમના મતદાન માટે વિશેષ સુવિધા આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી મતી અગ્રવાલે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ મહિલાઓને અભિનંદન પાઠવી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. મહિલાઓને તેમની નિષ્ઠા, ચોકસાઇ, ચીવટ, વફાદારી અને કાર્યક્ષમતાઓ અને મહિલા તરીકે જન્મ મળ્યા બદલ કુદરતનો આભાર વ્યક્ત કર્યો હતો. ધૈર્ય અને સહનશક્તિની સાક્ષાતમૂર્તિ સમાન સ્ત્રીઓને તેમની સબળતા માટે જ્ઞાત થઇ વધુમાં વધુ મતદાન કરવા અપીલ પણ તેમણે કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરતી બસુએ કર્ય હતુ. આરજે આશિષે ચૂંટણીલક્ષી અને મતદાતા જાગૃત્તિ સંબંધિત પ્રશ્નોત્તરી કરી ‘અબ વતન દબાયેગા બટન’નો સંદેશ આપ્યો હતો.
મહિલા મતદાતા જાગૃત્તિ કાર્યક્રમમાં મદદનીશ ચૂંટણી અધિકારી મનિષા બ્રહ્મભટ્ટ, સોનલ ભાવસાર, નિયતિ ઉત્સવ, ખ્યાતિ પટેલ, દિવ્યાંગ મતદાતા નોડલ અધિકારી હેતલ પરમાર, સ્વીપ સંયોજક ડૉ.સુધીર જોષી, મયંક ત્રિવેદી, મહારાજા સયાજીરાવ યુનિ.ની. વિદ્યાર્થીનિઓ, મહિલા આંત્રપ્રિનિયોર, દિવ્યાંગ મહિલા મતદાતાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




