અગસ્તા વેસ્ટલેન્ડ કેસઃ મિશેલને વધુ ૫ દિવસના રિમાન્ડ પર મોકલાયો

0
25

ન્યુ દિલ્હી,તા.૧૦
સોમવારે દિલ્હી કોર્ટ દ્વારા ક્રિશ્ચન મિશેલના વધુ ૫ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કેસના વચેટિયા એવા ક્રિશ્ચન મિશેલને પ્રત્યાર્પણ દ્વારા દુબઈથી ભારત લાવવામાં આવ્યો છે. સીબીઆઈએ વધુ ૯ દિવસની કસ્ટોડિયલ તપાસની માગણી કરી હતી.
મિશેલને સીબીઆઈની વિશેષ અદાલતના ન્યાયધિશ અરવિંદ કુમાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીએ મિશેલના વધુ ૯ દિવસના કસ્ટોડિયલ રિમાન્ડની માગણી કરતા જણાવ્યું હતું કે, મિશેલ તપાસમાં સહયોગ આપતો નથી. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, ‘અગસ્તાવેસ્ટલેન્ડના કથિત વચેટિયા એવા ક્રિશ્ચન મિશેલ તપાસમાં સહકાર આપતા નથી. તેઓ પુછપરછ દરમિયાન ગોળ-ગોળ જવાબ આપી રહ્યા છે.’
સીબીઆઈએ કોર્ટને વધુ રિમાન્ડની માગણીનું કારણ રજૂ કરતા જણાવ્યું કે, “અમે તેની સમક્ષ પાંચ દેશોમાંથી પ્રાપ્ત લેટર રોગેટરી બતાવીને પુછપરછ કરવા માગીએ છીએ. મિશેલ ઈટાલિયન તપાસ એજન્સીને પણ સહકાર આપતા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY