એલસીબી ટીમે ૧૪ વાહનો કબજે કરી લીધા ૨૪ વાહનોની ચોરી કરનાર બાઈક ચોર ઝડપાયો

0
161

જામનગર,
તા.૧૫/૦૩/૨૦૧૮

જામનગર શહેર અને જીલ્લો તેમજ રાજકોટમાં વાહનચોરી કરીને છેલ્લા ત્રણ વર્ષથી તરખાટ મચાવતા રીઢા ગુનેગારને ઝડપી લેવાની કવાયતમાં એલસીબી ટીમને સફળતા મળી છે. જામનગર એલસીબી ટીમે રીઢા બાઈકચોરને ઝડપી લઈને ૨૪ વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે.

જામનગર શહેર ઉપરાંત ધ્રોલ સહિતના વિસ્તારોમાં વધી રહેલા વાહનચોરીને પગલે જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પી.આઈ. રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળની ટીમે સઘન તપાસ ચલાવી બાઈકચોરીના ગુનાનો ભેદ ઉકેલવા કવાયત આદરી હતી અને ખાનગી બાતમી મળી હતી કે કાલાવડ તાલુકાના નિકાવા ગામનો રહેવાસી અને નંદન હેરઆર્ટ નામની દુકાન ચલાવતો ધર્મેશ ઉર્ફે ધમો ગોરધનભાઈ શીશાંગીયા નામનો ઇસમ જામનગર અને રાજકોટ જીલ્લામાં થયેલ મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોય અને આરોપીએ ચોરીના મોટા સાયકલ પોતાના મકાનમાં રાખેલ હોવાની બાતમીને આધારે આરોપીના મકાન પર દરોડો કરી ૧૪ મોટરસાયકલ કીમત રૂ. ૩,૬૫,૦૦૦ કબજે કરી આરોપીને ઝડપી લેવાયો હતો.

વાહનચોરીના ઝડપાયેલા આરોપીની કરતૂતો પર નજર કરીએ તો આરોપીએ જામનગર સીટી એ ડીવીઝન વિસ્તારમાંથી ૦૪, સીટી બી ડીવીઝન વિસ્તારમાંથી ૦૨, સીટી સી ડીવીઝનમાંથી ૦૧ ઉપરાંત જાડિયા મથકમાં એક, રાજકોટ તાલુકા વિસ્તારમાંથી ૦૮ તેમજ પ્રહલાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૦૩ તેમજ રાજકોટ યુનીવર્સીટી પોલીસ હદમાંથી ૦૧ અને અન્ય જીલ્લાના ૨ મળીને ૨૪ વાહનચોરીના ગુનાને અંજામ આપ્યો હોય એલસીબી ટીમે ૨૪ વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલી ૧૪ વાહનો કબજે લીધા છે જયારે બાકી મુદામાલ રીકવર કરવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે. વાહનચોરી કરનાર ભેજાબાજ સોસાયટી વિસ્તારમાંથી બાઈક ચોરી કરતો જે સોકેટ તોડી નાખતો તેમજ પીનવાળી ડુપ્લીકેટ ચાવી પણ સાથે રાખતો જે ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલતો અને લોક ના ખુલે તો આરોપી સોકેટ તોડી નાખી બાઈક ચોરી કરતો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY