વડોદરા,તા.૧૦
ભારત સરકારના પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય હેઠળ લઘુરત્ન કંપની બામર લોરી કંપની લિ. દ્વારા વડોદરા નજીક સાવલી મંજુસર જીઆઇડીસીમાં રૂપિયા ૧૮ કરોડના ખર્ચે સ્ટીલ ડ્રમ બનાવવાની કંપનીની શરૂઆત કરવામાં આવી છે. આ કંપની ભારતમાં સૌથી મોટા ૨૧૦ લિટરના એમ.એસ.ના ડ્રમ બનાવતી કંપની છે.
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રબલ બસુએ જણાવ્યું હતું કે, આજે કંપનીના નવા યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કંપની પાસે પશ્ચિમ ક્ષેત્રના ગ્રાહકોની માંગ પૂરી કરવા માટે તાલેજા, નવી મુંબઇમાં ડ્રમ ઉત્પાદન કરવા માટે અતિ આધુનિક હાઇ થ્રુપુટ પ્લાન્ટ અને સીલ્વાસા ખાતે એક પ્લાન્ટ છે. હાલમાં ગુજરાતના બજારના વિકાસને જાતા વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, પાલનપુર અને કચ્છ જેવા શહેરોમાં ડ્રમની જરૂરીયો પૂરી કરવા શરૂઆત કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, ૧૩૭૦૦ મીટર જમીનમાં સ્થપાયેલ આ કંપનીમાં પ્રાથમિક તબક્કે ૧૫૦ કર્મચારીઓને રોજી મળશે. પ્રાથમિક તબક્કે ૨૧૦ લિટર ડ્રમનું ઉત્પાદન કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં નેકેડ ઇન ડ્રમ, અને ગેલ્વેનાઇઝ ડ્રમનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્લાન્ટ ઝીરો લિક્વીડ ડીસ્ચાર્જ પ્લાન્ટ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



