મકાનનું પજેશન મોડુ મળતા દેવુ વધી જવાથી રિક્ષાચાલકનો આપઘાત, બિલ્ડરની ધરપકડ

0
9

વડોદરા,તા.૯
શહેરના ગોત્રી વિસ્તારમાં એક રિક્ષાચાલકે મકાનનું પજેશન મોડું મળવાને કારણે આર્થિક ભીંસમાં સપડાઈ જતા આત્મહત્યા કરી લીધી હતી. જેને કારણે પોલીસે ગુનો નોંધી બિલ્ડરની ધરપકડ કરી છે.
ગોત્રી વિસ્તારની ક્રિસ્ટલ પ્રમુખ નામની સ્કીમમા ગણેશ શંકરભાઈ મહેકાર નામના રીક્ષા ચાલકે રૂપિયા ૧૪ લાખમાં ફ્લેટ બુક કરાવ્યો હતો. ત્રણ સંતાનોના પિતા એવા રિક્ષાચાલકની પત્ની નજીકના મકાનોમાં ઘરકામ કરીને પતિને મદદરૂપ થતી હતી.
ગઈ તા. ૨૨મીએ રિક્ષાચાલકે પરિવારજનોની ગેરહાજરીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ગણેશભાઈ એ લખેલી ચિઠ્ઠીમાં ૨૭ મહિના મકાનનું પજેશન મોડું મળ્યું હોઈ તેમજ જુના મકાનનું ઘર ભાડુ અને નવા મકાન ની બેંક લોનનો માસિક રૂપિયા ૧૧૨૦૦નો હપ્તો ચૂકવવા પડતા હોવાને કારણે રૂપિયા ૪ લાખ જેવું નુકસાન થયું હોવાનો ઉલ્લેખ કરી બિલ્ડર મનીષ પટેલને જવાબદાર ગણ્યા હતા અને પોલીસને તેમની સામે કાર્યવાહી કરવા માટે લાગણી વ્યક્ત કરી હતી.
ઉપરોક્ત બનાવ બાદ બિલ્ડર અને પરિવાર વચ્ચે સમાધાનની ભૂમિકા બંધાઈ હતી અને બિલ્ડરે બાકી રહેલી લોન ભરપાઇ કરવાની તૈયારી બતાવી લખાણ પણ કર્યું હતું.
પરંતુ તેમણે આ લોનની રકમ ભરપાઈ નહીં કરતા પરિવારે ગોત્રી પોલીસ સ્ટેશન માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેને આધારે પોલીસે બિલ્ડર મનીષ મહેન્દ્ર ભાઈ પટેલ રહે. વૃંદાવન સોસાયટી, ઇલોરાપાર્કની ધરપકડ કરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY