લખનઉથી જયપુર માટે રવાના થયું હતું પ્લેન,વિમાન હવામાં જ ડગમગવા લાગ્યુ
લખનઉ,તા.૨૨
લખનઉથી જયપુર માટે રવાના થયેલા ઇન્ડિગોના એક વિમાનનું લખનઉ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનમાં પ્રેટ એન્ડ વ્હિટની એન્જિન લગાવવામાં આવ્યું હતું. વિમાનના એન્જીનમાં ખરાબી આવવાને કારણે હવામાં જ તે ડગમગવા લાગ્યું હતું. આ ઇન્ડિગોનું છ૩૨૦ વિમાન હતું, લેન્ડિંગ બાદ તેને તાત્કાલિક સેવામાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લખનઉ એરપોર્ટથી ઉડાણ ભર્યાના થોડા જ સમયમાં પાયલટને લાગ્યું હતું કે વિમાન કંઈક વધારે જ ધ્રુજી રહ્યું છે. જે બાદમાં ફ્લાઇટ નંબર ૬ઈ-૪૫૧નું લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. લેન્ડિેંગ બાદ વિમાનની તકનીક ટીમ તેની તપાસ કરી રહી છે.
ઇન્ડિગો એરલાઇન તરફથી આ અંગે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ૨૧ જાન્યુઆરીના રોજ લખનઉથી જયપુર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ ૬ઈ-૪૫૧ના બીજા નંબરના એન્જીનમાં પાયલટે ખૂબ વધારે ધ્રુજારી અનુભવી હતી. બાદમાં પાયલટે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લીધો હતો.
વિમાનને હાલ લખનઉમાં રાખવામાં આવ્યું છે, તકનિકી ટીમ હાલ તેની તપાસ કરી રહી છે. આ અંગે એન્જીન બનાવનારી પીએન્ડડબ્લ્યૂ કંપનીનું કહેવું છે કે તે ઇન્ડિગો સાથે મળીને કામ કરશે, જેનાથી વિમાનના ઉડાણ દરમિયાન કોઈ સમસ્યા ન આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



