એમ.એસ.યુનિ.માં સેનેટની બેઠકમાં વીસીએ ચર્ચા વિના એજન્ડા મંજૂર કરતા હોબાળો

0
9

વડોદરા,તા.૨૨
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં મંગળવારે સેનેટની વાર્ષિક બેઠક મળી હતી. જેમાં વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસે કોઇ પણ જાતની ચર્ચા વિના ૧૦ મનિટમાં ૧૪ એજન્ડા મંજૂર કરી દીધા હતા અને માત્ર એક કલાકમાં જ સેનેટની બેઠક પૂરી કરી દીધી હતી. વાઇસ ચાન્સેલરે સેનેટ સભ્યોને ચર્ચા ન કરવા દેતા અને સૂચનો ન લેતા સેનેટ સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. અને સભ્યો ફ્લોર ઉપર બેસી જઇ વીસીનો વિરોધ કર્યો હતો.
એમ.એસ.યુનિવર્સિટીના સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, માર્ચ-૨૦૧૯ના બજેટ પહેલાં આજે સેનેટની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં એજન્ડા ઉપર ચર્ચા કરવા માટે સભ્યોએ માંગણી કરી હતી. પરંતુ વીસીએ સરમુખત્યારશાહી જેવુ વલણ અપનાવીને સભ્યોને ચર્ચા કરવાની તક આપી નથી. અને બહુમતીના જારે ૧૪ એજન્ડા પાસ કરી દીધા છે. આ યુનિવર્સિટીના ઇતિહાસ માટે કલંકિત ઘટના છે. જેનો સેનેટ સભ્યો સખત વિરોધ કરે છે.
એમ.એસ.યુનિવર્સિટીની સેનેટ સભ્ય સની મિશ્રાએ પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો લોક નિરાકરણ લાવવા અને તેના વિશે ચર્ચા કરવાની માંગ કરી હતી. તો બીજી બાજુ સંકલન સમિતિ અને સંઘ સાથે સંકળાયેલા પ્રોફેસર સેનેટ સભ્ય પણ સીડીની સાથે બુકલેટ આપવાની માંગણી કરીને ભારે હોબાળો કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY