બાળકોના આરોગ્ય સુખાકારી અને સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ 

0
10

સાવલી ખાતેથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમને શુભારંભ કરાવતા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી 

જિલ્લામાં ૩.૩૭ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસણી હાથ ધરાશે સાવલી ખાતે જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો

વડોદરા : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ વડોદરા જિલ્લાના કન્યા પ્રાથમિક શાળા, સાવલી ખાતેથી જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમને શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે બાળકોના આરોગ્ય સુખાકારી, સ્વાસ્થ્ય અને નિરોગીમય માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.  આ અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભાવિ પેઢીના સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે શાળા આરોગ્ય તપાસણીનો અદ્દભૂત કાર્યક્રમ પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે બાળકોના તંદુરસ્તી માટે સૌએ જાગૃતતા દાખવવી પડશે એટલુ જ નહી સમાજ જીવનમાં ટકી રહેવું હશે તો સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. જેથી રાજ્ય સરકારની શાળા આરોગ્ય તપાસણીની પ્રાથમિકતા રહેલી છે વધુમાં ઉમેર્યુ હતું કે બાળકોના તંદુરસ્તમય માટે, શિક્ષકો, વાલીઓ, સમાજના અગ્રણીઓએ પણ કાળજી રાખવી પડશે સાથોસાથ વ્યસન મુક્તિને તિલાંજલી આપવા સૌ નાગરિકોએ કટિબધ્ધ થવું પડશે.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે બાળકોના તંદુરસ્તમય માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે ત્યારે કોઇપણ બાળક આરોગ્ય તપાસ અને સારવારથી વંચિત ન રહે તેની કાળજી રાખવી પડશે.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની રૂપરેખા આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદયકુમાર તિલાવતે જણાવ્યું હતું કે જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ૨૭ નવેમ્બર થી ૧ ફેબ્રુઆરી-૨૦૧૯ યોજાશે. જિલ્લામાં ૩.૩૭ લાખથી વધુ બાળકોની આરોગ્યની તપાસણી હાથ ધરાશે. આ કાર્યક્રમ હેઠળની આરોગ્ય તપાસમાં નવજાત શિશુથી અઢાર વર્ષ સુધી તમામને સઘન આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે જેથી આ પવિત્ર કામમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમ્યાન સારવાર થયેલા લાભાર્થીઓને પ્રતિભાવ આપ્યા હતા અને જરૂરીયાતમંદોને ગોલ્ડન કાર્ડ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું.

આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કેતનભાઇ શેઠ, ઉપપ્રમુખ ખ્યાતીબેન પટેલ, રાષ્ટ્રીય કિસાન મોરચાના સભ્ય સતીષભાઇ પટેલ, મહિલા મોરચાના જિગિશાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અર્જુનસિંહ પરમાર શહેરના સામાજિક અગ્રણી હિતેષ પટેલ, નગરજનો, બાળકો, શિક્ષકો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY