કોંગ્રેસ અને ટીઆરએસ વચ્ચે જુઠ્ઠુ બોલવાની સ્પર્ધાઃ પીએમ મોદી

0
4

નિઝામાબાદમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીનાં તેલંગાણાના મુખ્યમંત્રી પર આકરા પ્રહાર
ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે, નિઝામાબાદને લંડન બનાવીશ. અહીં તો વિજળી, પાણી અને રસ્તા માટે પણ લોકો તરસી રહ્યા છે
નિઝામાબાદ,તા.૨૭
તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે નિઝામાબાદમાં એક રેલીને સંબોધિત કરવા માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે રાજ્યની સૌથી મોટી બે પાર્ટીઓ કોંગ્રેસ અને ટીઆરએસમાં(તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) જુઠ્ઠુ બોલવાની સ્પર્ધા ચાલી રહી છે. ભાજપ સૌના વિકાસની વાત કરે છે અને વોટ બેન્કની રાજનીતિમાં નતી માનતી.
મોદીએ કહ્યું હતુ કે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાથી ચંદ્રશેખર રાવની સરકાર ડરે છે.એટલે જ આ યોજનાને તેલંગાણામાં લાગુ કરવામાં આવી નથી.જ્યારે દેશમાં કુલ ૩ લાખ લોકો તેનો લાભ લઈ ચુક્્યા છે.જેમાં તેલંગાણાની એક પણ વ્યક્તિ સામેલ નથી.
તેમણે કહ્યું હતુ કે જેમને નવા તેલંગાણાનાં નિર્માણમાં વિશ્વાસ છે તે ભાજપને આગળ વધારી રહ્યા છે.સાઢા ચાર વર્ષ થયા પણ રાજ્યની હાલની સરકારે કશું કર્યુ નથી.વિકાસના વાયદા પુરા થયા નથી.મુખ્યમંત્રીએ વાયદો કર્યો હતો કે નઝીમાબાદને લંડન બનાવી દઈશું પણ અહીંની સ્થિતિ જુઓ .અહીં લોકો પાસે વીજળી પાણી જેવી સુવિધાઓ પણ નથી.
નિઝામાબાદમાં રેલીને સંબોધિત કરતા તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર આકરા પ્રહારો કર્યો હતો. તેમણે કહ્યું કે, અહીંના મુખ્યમંત્રી અને તેમનો પુરો પરિવાર એવું માને છે કે જ્યારે કોંગ્રેસ ૫૦-૫૫ વર્ષ સુધી કંઇ કર્યા વગર ચૂંટણી જીતી શકે છે તો અમે પણ જીતી જઇશું. તે કોંગ્રેસ પાસેથી શીખીને તેમના રસ્તે ચાલી રહ્યા છે.
કોંગ્રેસના રીત-રિવાજા પર ચાલી રહ્યા છે, પરંતુ મુખ્યમંત્રીજી હવે સમય બદલાઇ ગયો છે. આ દેશ જાશીલા યુવાનોનો છે. કોંગ્રેસે ૫૦-૫૫ વર્ષ સુધી કંઇ કર્યું નથી, પરંતુ હવે કોઇ પાર્ટી ૫૦ મહિના સુધી કંઇ પણ ના કરે તો ચૂંટણી જીતી શકતી નથી.
મોદીએ વધુમાં કહ્યું કે, અહીંના સીએમે કહ્યું હતું કે, નિઝામાબાદને લંડન બનાવીશ. સ્માર્ટ બનાવીશું, પરંતુ અહીં તો વિજળી, પાણી અને રસ્તા માટે પણ લોકો તરસી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, લંડન બનાવીશ તો મેં મારા હેલીકોપ્ટપના પાયલોટને કહ્યું, ચલો જાઇને આવીએ છીએ, હું જાઇને આવ્યો છું. લંડન કેવું છે. ત્યાં જઇને મુખ્યમંત્રીજી ત્યાં જઇને ચાર-પાંચ વર્ષ રહીને આવે. અહીં પછાત અને ઓછી આવકવાળા રાજ્યોની સરખામણીમાં પણ ખરાબ હાલત છે.
તેમણે વધુમાં કહ્યું કે, પાંચ રાજ્યોમાં હાલ ચૂંટણી માહોલ ચાલી રહ્યો છે. અત્યાર સુધી ચાર રાજ્યોમાં મને જવાનો મોકો મળ્યો છે. આજે તમને અહીં આવવાનો અવસર મળ્યો છે. હું જ્યાં પણ જાવ છું ત્યાં એવો જ ઉમંગ અને ઉત્સાહ જાવા મળ્યો. જેને વિકાસમાં વિશ્વાસ છે, નવા તેલંગાણા બનાવવામાં વિશ્વાસ છે, નવું ભારત બનાવવામાં વિશ્વાસ છે, તે આજે ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરીને તેમના ખભા સાથે ખભો મિલાવીને ચાલે.
આ અમારું તેલંગાણા આવી રીતે જ બન્યું છે. ઘણા વર્ષોના સંધર્ષથી બન્યું છે. અનેક યુવાનોના બલિદાનથી બન્યું છે. એટલા માટે અહીં આ સરકારને યુવાઓના બલિદાનને બરબાદ કરવાનો કોઇ જ અધિકાર નથી. તેલંગાણાની જનતાએ જે સપનાઓ જાયા છે, તેમની સાથે રમત રમવાનો અહીં કોઇ પણ પાર્ટી, નેતા અને સરકારને નથી. તેલંગાણા બન્યા ૪.૫ વર્ષ થઇ ગયા. આ સરકારે શું કામ કર્યું. આ ચૂંટણી તેનો હિસાબ લેવાની ચૂંટણી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY