૮મી ફેબ્રુઆરીએ ફળ, ફુલ, શાકભાજી બોન્સાઇ પ્રદર્શન અને બગીચા હરિફાઇ યોજાશે

0
31

વડોદરા : બરોડા એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચર કમિટિ, બાગાયત ખાતુ, ગુજરાત રાજ્ય અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ૪૮મું ફળ, ફુલ, શાકભાજી, બોન્સાઇ પ્રદર્શન અને બગીચા હરિફાઇ તા.૮, ૯, ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ એલેમ્બીક ગ્રાઉન્ડ, ભાઇલાલ અમીન હોસ્પીટલ પાસે, ગોરવા રોડ વડોદરા ખાતે યોજાનાર છે. જેમાં કોઇપણ વ્યક્તિ કે સંસ્થા પોતાના નમૂનાઓ હરિફાઇમાં મુકી શકે છે.

આ પ્રદર્શનમાં ફુલોની ગોઠવણી, બોન્સાઇના નમૂના, કટ ફ્લાવર્સ, કુડાના છોડ, વિવિધ જાતનાં ફુલો, ફળ, શાકભાજીના નમૂના તથા અથાણા-શરબત વિગેરેના વિવિધ ૫૦૦૦ થી વધુ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવશે.હરિફાઇમાં કોઇપણ વ્યક્તિ કે સંસ્થા ભાગ લઇ શકશે. જે-તે નમૂના તા.૦૮/૦૨/૨૦૧૯ શુક્રવારના રોજ સવારના ૧૧:૦૦ થી રાત્રિના ૦૮:૦૦ કલાક સુધી પ્રદર્શન સ્થળ ઉપર સ્વીકારવામાં આવશે. કટ ફ્લાવર તા.૦૯/૦૨/૨૦૧૯ના રોજ શનિવારે સવારે ૦૮ થી ૯ વાગ્યા સુધીમાં સ્વીકારશે ઉપરાંત વિવિધ જાતના ફુલ, છોડ બાગાયતી ચીજવસ્તુ, ઘરવખરીના ચીજો માટે ૭૦ થી વધુ સ્ટોલ વેચાણ માટે સ્થળ ઉપર ગોઠવવામાં આવશે.

શહેરી વિસ્તારના સંસ્થાકીય તથા વ્યક્તિગત નાના-મોટા બગીચાની હરિફાઇ તા.૦૨/૦૨/૨૦૧૮ અને તા.૦૩/૦૨/૨૦૧૮ના રોજ રાખવામાં આવી છે. રસ ધરાવનાર વ્યક્તિ એ બી.એમ.વાઘેલા મો.નં.૮૧૪૧૫૧૫૭૧૫, ૯૮૭૯૩૧૭૫૫૪ વાય. એમ. રાણા મો.નં. ૯૩૭૬૨૧૦૩૫૩, આર.બી.મિશ્રા ફોન નં. ૦૨૬૫-૨૨૮૩૬૮૪, મો.નં. ૯૮૯૮૭૬૭૬૨૩ સુરેન્દ્ર નર્સરી, રોઝીઝ નર્સરી, બરોડા રોઝીઝ ફાર્મ, નવાયાર્ડ વડોદરા ફોન નં-૦૨૬૫-૨૭૬૦૦૨૧, ડેપ્યુટી ડાયેક્ટર હોર્ટીકલ્ચર, કોઠી કચેરી, રાવપુરા, વડોદરા, વી.આર. ચીખલીયા, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન, વડોદરા મહાનગર સેવા સદન, કમાટીબાગ મો.નં.૯૮૨૪૪૭૯૪૪૯નો સંપર્ક સાધવા બરોડા એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચર કમિટીના સેક્રેટરી બી.એમ.વાઘેલાએ જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY