સેન્સેક્સમાં ૩૧૮ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ૮૧.૨૦ને પાર

0
3

મુંબઈ,તા.૧૯
અઠવાડિયાની શરૂઆત માર્કેટ માટે ખુબજ સારી રહી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૭૫ ટકાની મજબૂતાઈ સાથે બંધ થયો હતો. નિફ્ટીએ ૧૦,૭૭૫ના સ્તરને સ્પર્શ કર્યો હતો. જ્યારે સેન્સેક્સમાં ૩૫,૮૦૦ને પાર જવામાં સફળતા મેળવી હતી. અંતે નિફ્ટી ૧૦,૭૫૦ પર બંધ થઇ હતી તો સેન્સેક્સ ૩૫,૭૫૦ના સ્તરે ટકિયો હતો.
મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં ખરીદારી જાવા મળી હતી. બીએસઈના મિડકેપમાં ૦.૪ ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો, જ્યારે નિફ્ટીના મિડકેપમાં ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૫ ટકાનો વધારો નોંધાયો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૪ ટકાનો વધારા સાથે બંધ થયો હતો.
બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૩૧૮ પોઈન્ટ એટલે કે ૦.૯ ટકાની તેજી જાવા મળી હતી. તેજી સાથે ૩૫,૭૭૫ના સ્તર પર બંધ થયો હતો. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૮૧ પોઈન્ટ એટલેકે ૦.૭૫ ટકાના ઉછાળા સાથે ૧૦,૭૬૩.૫ના સ્તરે બંધ થયો હતો.
એફએમસીજી, રિયલ્ટી, ફાર્મા, મેટલ, મીડિયા અને આઈટી, ઓટો, કેપિટલ ગૂડ્‌સ, કંઝ્યૂમર ડ્યુરેબલ્સ અને પાવર શેરોમાં ખરીદારી જાવા મળી હતી. જા કે પીએસયૂ બેન્કોમાં દબાણ જાવા મળ્યુ હતુ. બેન્ક નિફ્ટી લગભગ ૦.૨૫ ટકાના વધારા સાથે ૨૬,૩૦૧ના સ્તરે બંધ થયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY