વડોદરા,તા.૧૩
વડોદરામાં દાદાગીરી કરીને વેપારીઓ પાસેથી ખંડણી માંગતા અજજુ કાણિયા સહિત ૩ શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. ખંડણીથી ત્રસ્ત વેપારીની ફરિયાદ બાદ અજ્જુ અને તેની ગેંગે ફરિયાદી પર ફાયરિંગ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.જેને લઈને આ ગુન્હામાં અજજુને પોલીસે પકડી જેલ હવાલે કર્યો હતો.
જેલમાં ગયા બાદ અજજુ કાણીયાએ વેપારીને ધમકી આપી હતી કે તેણે ફરીયાદ કર્યા બાદ જ અજજુએ જેલમાં જવું પડ્યું હોવાથી હોવી વેપારીએ ૫૦૦ ને બદલે ૧૦૦૦ રૂપિયા દર મહિને આપવા મળશે અને કુલ ૫ લાખ ખંડણી આપવી પડશે. ત્યારબાદ ગત તારીખ ૭ ના રોજ અજજુ કાણીયો જામીન પર છૂટ્યો હતો તેમ છતાં ધમકીઓ શરૂ હતી અને ફરિયાદી વેપારી અને તેના પરિવારની મહિલાઓ બહાર જાય તો તેમને પણ સતાવવામાં આવતી હતી.
ઉપરાંત આ લોકોથી કંટાળી વેપારીને પોતાની માલિકીનું ઘર છોડી ભાડે રહેવાનો વારો આવ્યો હતો. જેની વેપારીએ પોલીસ ફરિયાદ કરતા તે ગુન્હામાં પોલીસે હિસ્ટ્રીશીટર અજજુ કાણીયા સહિત તેની ગેંગ ના બે સભ્યો ની ધરપકડ કરીને આ રીતે તેનો વરઘોડો કાઢીને લોકોમાંથી તેનો ડર દૂર કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




