સુપ્રિમ કોર્ટે વડીલોની હડતાલ પર પ્રતિબંધ મુકી દીધો. કોર્ટનું માનવું છે કે વકીલોની અવાર નવાર પડતી હડતાલથી અસિલોના કેસો પર અસર પડે છે અને કેસો લંબાય છે. જાહેર છે કે દેશભરમાં વકીલોએ તેની સામે મોરચો ખોલી નાખ્યો છે અને લોકશાહી રીતે તેનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં હડતાલ પર પ્રતિબંધના વિરોધમાં વકીલોને જાગૃત કરશે. આવેદન પત્ર આપશે અને ફેસલા પર કોર્ટ પુનઃવિચાર કરે તેવી કાયદાકીય કાર્યવાહી પણ કરશે. વકીલ વર્ગ સમાજનો એક ભાગ છે. તેને પણ પોતાની વાત રાખવાનો અધિકાર છે. જયારે કોઈ એવો બનાવ બની જાય છે કે જેનાથી સમાજમાં ભારે રોષ વ્યાપી જાય ત્યારે સમાજ સાથે ઊભા રહેવા માટે વકીલ વર્ગ પણ એક દિવસ કોર્ટના કામકાજથી દૂર રહે છે. જેને હડતાલ કહેવામાં આવે છે. સવાલ એ છે કે દેશની તમામ કોર્ટોમાં લાંબા સમયથી પડેલા કેસોમાં શું વકીલોની હડતાલ જ જવાબદાર છે ????
દેશની કોર્ટોમાં એક અંદાજ મુજબ લગભગ બે કરોડથી વધુ કેસો લાંબા સમયથી ચાલે છે. કેટલાક કેસો તો કેટલાય વર્ષ જુના છે. કે જે સિવિલ કેસ છે. જેનું નિરાકરણ જલ્દી નથી થતું. કોર્ટમાં વિલંબીત કેસો માટે અસીલ,વકીલ અને સરકાર દ્વારા લેવામાં આવતી મુદત છે જે મુદત પર મુદત…… મુદત પર મુદત પર બહુ ચર્ચાસ્પદ એક ફિલ્મી ડાયલોગના રૂપમાં મશહૂર છે.કેટલીયે વાર વકીલ તો વધુવાર અસીલ યા પક્ષકારની નાની નાની વાતો પર તારીખ લઇ લે છે.તેના સિવાય કોર્ટનું વેકેશન પણ કારણ છે. અંગ્રેજાએ પોતાની સગવડતા માટે સમર વેકેશન, વિન્ટર વેકેશન અને પછીથી તેમાં દિવાળી વેકેશન ,નાતાલ વેકેશન જાડાઈ ગયું. વડાપ્રધાન મોદીજીએ જયારે જસ્ટીસ ઠાકુર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ હતા ત્યારે એક જાહેર મંચ પર આ વાત કરી હતી કે અદાલતોમાં રજાઓ ઓછી થાય. સરકારી ઓફીસો ગરમીઓ માં પણ ખુલ્લી રહે છે. હાં એવું પણ છે કે સરકારી જાહેર રજાઓ અને દર મહીને બીજા અને ચોથા શનિવારોની રાજાને કારણે કામકાજ પર અસર પડે છે.
ફક્ત વકીલોની હડતાલ જ કેસો લંબાય છે. તેને જવાબદાર ન માનતાકોર્ટે બધા પાસાઓનો વિચાર કરવો જાઈએ. સમર વેકેશનમાં સરકારી ઓફીસો ખુલ્લી રેહતી હોય તો તમામ કોર્ટો પણ કામ કરે. અંગ્રેજાએ ગરમીઓમાં કોઈ હિલ સ્ટેશન પર જઈને આરામ કરવા માટે કદાચ સમર વેકેશનની પ્રથા અપનાવી હશે. કોર્ટે દિવસની સાથે સાથેરાત્રે પણ જેને ઈવનીંગ કોર્ટ કહી શકાય છે. તે પણ શરૂ કરી શકે છે. જેથી જે અસિલ પોતાનો રોજગાર ગુમાવી સવારે કોર્ટમાં આવી ન શકે અને તારીખો પડતી રહે છે. એવા અસિલો માટે ઈવનીંગ કોર્ટ એક આશિર્વાદથી ઓછી નથી. કોર્ટ વકીલોની હડતાલ પર કરેલા જાહેર પ્રતિબંધ અંગે પુનઃ વિચાર કરે જેથી વકીલ વર્ગ પણ લોકશાહીમાં પોતાની વાત રજૂ કરી શકે. હડતાલ પર પ્રતિબંધ હોય તો બધા ક્ષેત્રમાં હડતાલ લાગું કરે જેથી લાખો માનવ કલાકનો વ્યય ન થાય.(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



