મમતાનો રોલ પડકારજનક બાબત, ફિલ્મમાં વાસ્તવિકતા લાવવી અઘરીઃ અનુષ્કા શર્મા

0
10

મુંબઈ,તા.૧૫
વર્ષ ૨૦૦૮માં ફિલ્મ ‘રબ ને બના દી જાડી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અનુષ્કા શર્માએ ૧૦ વર્ષમાં ઘણી મંજિલ મેળવી લીધી. એકટિંગમાં પોતાનો ડંકો વગાડ્યા બાદ તે પ્રોડ્યૂસર તરીકે પણ નામ કમાઇ ચૂકી છે. કરિયર શરૂ કરતી વખતે તેને પણ ખ્યાલ ન હતો કે તે આગામી ૧૦ થી ૧૫ વર્ષમાં આજનાં મુકામ પર પહોંચી જશે. તેને પહેલો બ્રેક ડિઝાઇનર વેન્ડીલ રોડ્રીકે પોતાના ડ્રેસ સાથે એક ફેશન વીકમાં આપ્યો. મોડલિંગ જગતમાં ધાક જમાવવામાં તેને વધુ સમય ન લાગ્યો.
અનુષ્કાની ફિલ્મોની વાત કરીએ તો તે વરુણ ધવન સાથે પોતાની આગામી ફિલ્મ ‘સૂઇ ધાગા-મેઇડ ઇન ઇન્ડિયાને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ મેકિંગ ઇન્ડિયાથી પ્રભાવિત છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ કરાયું છે. ફિલ્મમાં વરુણના પાત્રનું નામ મોજી અને અનુષ્કાનું મમતા છે. વરુણ એક ટેલર બન્યો છે, જ્યારે અનુષ્કા તેની પત્નીનું પાત્ર ભજવી રહી છે. જે કપડાં પર ભરતનું કામ કરે છે. ફિલ્મમાં આ બંને દેશી લુકમાં જાવા મળશે.
અનુષ્કાએ જણાવ્યું કે મારા માટે મમતાનું પાત્ર ભજવવું સહેજેય સરળ ન હતું. આ પાત્ર એટલે પડકારજનક હતું કે તેણે કયારેય આ રીતે જીવન પસાર કર્યું નથી. ફિલ્મની કહાણીએ તેને ખૂબ જ આકર્ષિત કરી તેથી તે આ ફિલ્મ માટે ના ન કહી શકી. તેણેા કહ્યું કે ઘણી વાર આવાં પાત્ર ભજવવાં કઠિન હોય છે. અમારા નિર્દેશક પણ આ ફિલ્મને વધુમાં વધુ વાસ્તવિકતાની નજીક રાખવા ઇચ્છે છે. તેથી અમે બધાંએ તેના પર ખૂબ જ મહેનત કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY