બેંગ્લુરુ,તા.૯
એક સોફ્ટવેર એન્જિનિયર પોતાની ઉપર લાગેલા કેસમાં પોતાનો બચાવ કરવા માટે વકીલ બની ગયો. પરંતુ આખરે શુક્રવારે બેંગ્લોર કોર્ટ ધ્વારા તે વ્યક્તિને દોષી જાહેર કરવામાં આવ્યો અને તેને ૨ વર્ષની સજા પણ સંભળાવવામાં આવી. તેની વિરુદ્ધ એક મહિલાએ અશ્લીલ ફોટો અને મેલ મોકલવાનો કેસ નોંધાવ્યો હતો. જેની સુનાવણી બેંગ્લોરમાં કોર્ટમાં છેલ્લા ૧૦ વર્ષથી ચાલી રહી હતી.
કર્ણાટકના બગલકોટના રહેવાસી શિવપ્રસાદ સજ્જનને બેંગ્લોર કોર્ટ ધ્વારા એક મહિલાની આપત્તીજનક ફોટો ઈમેલ ધ્વારા ઘણા લોકોને મોકલવા મામલે બે વર્ષની સજા આપવામાં આવી છે. કર્ણાટકમાં સાયબર અપરાધ મામલે સજાનો આ પહેલો મામલો છે. મહિલા ધ્વારા ફરિયાદ નોંધાવ્યાના ૧૦ વર્ષ પછી કોર્ટ ધ્વારા આ મામલે નિર્ણય આવ્યો છે.
આ મામલે પોલીસ ધ્વારા જણાવવામાં આવ્યું કે આ વ્યક્તિએ ૧૦ વર્ષ સુધી આ મામલાને ખેંચવા માટે બધી જ સંભવ કાનૂની ખામીઓનો ઉપયોગ કર્યો. મહિલા ધ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેની ઓળખના એક વ્યક્તિએ સાયબર કેફેથી અલગ અલગ લોકોને તેની આપત્તીજનક ફોટો સાથે ઈમેલ કર્યો હતો. વર્ષ ૨૦૦૮ દરમિયાન મહિલાની ફરિયાદ પર તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર બહાર આવ્યા પછી તે વ્યકતિ સોફ્ટવેર એન્જીનીયરની નોકરી છોડીને વકીલ બની ગયો અને પોતાનો કેસ લડવા લાગ્યો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



